હું ફરી એક વખત મારી ધમાકેદાર બેટિંગથી ક્રિકેટ રસિકોને મનોરંજન પૂરું પાડીશ : ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન વીરેન્દ્ર સેહવાગ

રમત જગત સમાચાર

 

 

હું ફરી એક વખત મારી ધમાકેદાર બેટિંગથી ક્રિકેટ રસિકોને મનોરંજન પૂરું પાડીશ : ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન વીરેેન્દ

સખનૌ ,સપ્ટેમ્બર, 2022: અદાણી સ્પોર્ટ્સલાઇનની ટીમ ગુજરાત જાયન્ટ્સે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ -૨૦૨૨માં ધમાકેદાર શરૂઆત કરી છે. પ્રથમ ગેમમાં જીત મેળવ્યા બાદ ગુજરાત જાયન્ટ્સનું લક્ષ્ય માત્રને માત્ર લિજેન્ડ્સ લીગ ક્રિકેટ જીતવાનું છે.

 

આયર્લેન્ડના સ્ટાર બેટ્સમેન કેવિન ઓબ્રાયનની ધમાકેદાર સેન્ચ્યુરી સાથે ગુજરાત જાયન્ટ્સે ઇન્ડિયા કેપિટલ્સને હરાવીને પ્રથમ મેચમાં જીત હાંસીલ કરી છે. વર્લ્ડના દિગ્ગજ ક્રિકેટરો ફરી એકવાર ક્રિકેટના મેદાન પર પરત ફર્યા છે. ઇન્ડિયન ક્રિકેટના ભૂતપૂર્વ ઓપનર અને ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન વિરેન્દ્ર સેહવાગ ફરી એકવાર રનોની વણઝાર કરીને કેટ રસિકોને આકર્ષવા માગે છે.

 

પ્રથમ મેચની જીત ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે, કેવિનની શાનદાર સદી અને બોલર્સના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી અમે આ જીત હાંસીલ કરી શક્યા છીએ. હું ફરી એક વખત મારી ધમાકેદાર બેટિંગથી ક્રિકેટ રસિકોને મનોરંજન પૂરું પાડવા માંગુ છું. મને આશા છે કે અમારી ટીમ બેસ્ટ પરફોર્મન્સ આપશે અને ટ્રોફી પણ જીતશે. આ વેળાએ કેપ્ટન વિરેન્દ્ર સેહવાગની સાથે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ગુજરાત જાયન્ટ્સના કોચ વેંકટેશ પ્રસાદ તેમજ પાર્થિવ પટેલ અને ઓબ્રાયન પણ હાજર રહ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે, અદાણી સ્પોર્ટ્સલાઇનનો ઉદ્દેશ લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં એક ટીમના માધ્યમથી ક્રિકેટ રસિકોની સાથે જોડાવવાનો અને જોડવાનો છે. આ ઉદ્દેશ્ય સાથે ફ્રેન્ચાઈઝીએ ક્રિકેટમાં રોકાણ કર્યું છે.

 

વર્ષ 2019માં અદાણી ગ્રૂપની અદાણી સ્પોર્ટ્સલાઇનની શરૂઆત બાદ ભારતીય રમતોમાં ટોચના સ્થાન તરીકે ઉભરી આવી છે. એટલું જ નહિ વિવિધ રમતોમાં દેશના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે વિશ્વ સ્તરની અનેક તકો પણ ઊભી કરી રહી છે.

 

ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર પાર્થિવ પટેલે કહ્યું કે, અદાણી સ્પોર્ટ્સલાઇન આવનારી પ્રતિભાવોને જરૂરી પ્લેટફોર્મ ઉપાડવા માટે કટિબદ્ધ છે. ભારતના સ્પોર્ટ્સ એક અલગ ઊંચાઈ પર જઈ રહ્યું છે. તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કંપની સ્પોર્ટ્સમાં રોકાણ કરીને તમામ એર્થલેટ્સને એક સારું પ્લેટફોર્મ મળી રહે એ દિશામાં કામ કરી રહી છે અને તેના કારણે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.

 

ટીમ વિશે વાત કરતાં કોચ પ્રસાદે કહ્યું કે, ગુજરાત જાયન્ટ્સ સાથે જોડાવવું મારા માટે એક સારી તક છે. આ ક્રિકેટરો માત્ર દિગ્ગજ જ નથી પરંતુ રમતના દિગ્ગજો પણ છે. અમારો મંત્ર ગુજરાત જાયન્ટ્સને જોઈ રહેલા પ્રેક્ષકો અને દર્શકોનું મનોરંજન કરવાનો છે. મને ટીમ પર વિશ્વાસ છે કે પ્રથમ મેચ બાદ ટૂર્નામેન્ટમાં પણ અમે આ પ્રદર્શન ચાલુ રાખીશું.

 

લિજેન્ડ્સ લીગ ક્રિકેટની આ સીઝનમાં વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળશે. ગુજરાત જાયન્ટ્સની ટીમમાં T-20 બોસ ક્રિસ ગેલ, રિચાર્ડ લેવી, ડેનિયલ વેટ્ટોરી અને ગ્રીમ સ્વાન જેવા દિગ્ગજ ક્રિકેટરો છે.

આયર્લેન્ડના સ્ટાર બેટ્સમેન કેવિન ઓબ્રાયન કહ્યું કે, મને હંમેશાથી ભારતમાં ક્રિકેટ રમવાનું પસંદ હતું કેમ કે અહીંના ક્રિકેપ્રેમીઓમાં ખુબ ઉત્સાહ છે. હું અગાઉ ક્યારેય લખનૌ ગયો નથી એટલે હું મેદાન પર જવા અને રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

 

ગુજરાત જાયન્ટ્સ આજે રાત્રે લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે લીગની તેની બીજી મેચ મણિપાલ ટાઈગર્સ સામે રમશે.

TejGujarati