નવરાત્રિ નિમિત્તે ટીનેજર્સ માટે અડુકીયો દડુકીયો બાલ રાસ અને શેરી ગરબાનું આયોજન થશે

સમાચાર

નવરાત્રિ આ શબ્દ સાંભળતાની સાથે જ દરેક ગુજરાતીમાં ચોક્કસ પણે એક ઉર્જા આવી જાય છે. ત્યારે આગામી દિવસોમાં આવી રહેલી નવરાત્રિના તહેવારને જુસ્સા સાથે ઉજવણી કરવાનો અવસર આવી ગયો છે. નવરાત્રિનો ગરબા ફેસ્ટ એ ગુજરાતી સંસ્કૃતિની જીવંત અભિવ્યક્તિ છે. ત્યારે આ વખતે સૌ પ્રથમ અડુકિયો દડુકીયો દ્વારા અમદાવાદ શહેરમાં ટીનેજર્સ અને તેમની માતાઓ માટે ખાસ આયોજન કરાયું છે. 10 વર્ષના સેલિબ્રેશનના ભાગરુપે પ્રથમ વખત ટીન્સ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અપ ટુ 18 વર્ષના ટીનેજર્સની સાથે તેમના મધર્સ પણ સામેલ થશે. 24 તારીખના રોજ બાગબાના પાર્ટીપ્લોટ ખાતે ઉત્સાહ સાથે અડુકીયો દડુકીયો બાલ રાસ એન્ડ શેરી ગરબાનું આયોજન થશે.

અડુકીયો દડુકીયોને ખરા અર્થમાં સફળતા સુધી લઈ જવાનું કામ અદિતિ પટેલે કર્યું છે જેમના પ્રયાસોથી આ સફળતા મળી છે. અદિતી પટેલ કે જેઓ આંત્રપ્રીન્યોર છે તેમણે એક દાયકા પહેલા અડુકિયો દડુકિયોની શરુઆત બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાના હેતુસર અનોખી રીતે કરી હતી તેમણે પરંપરાગઓની સાથે સાથે અમૂલ્ય શિક્ષણ સાથે બાળકોને ઉછેરવાનું નક્કી કર્યું હતું ત્યારે આ વર્ષે નવરાત્રિ ઉત્સવ નિમિત્તે 10મી વર્ષગાંઠની ઉજવણી આ રીતે કરવાનો નિર્ધાર કરાયો છે. અદિતિ પટેલે હજારો ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે. આ ઈવેન્ટમાં 10થી 18 વય જૂથના ટીનેજર્સ ભાગ લેશે. આ વર્ષે 23 અને 24મી સપ્ટેમ્બર એમ બે દિવસ દરમિયાન સેલિબ્રેશન થશે. પ્રથમ દિવસે 23મી સપ્ટેમ્બરના રોજ સુનિશ્ચિત થયેલ ઇવેન્ટનો હેતુ માટીકામ, નેઇલ આર્ટ, ગેમ્સ અને મેજિક શો જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે એક મનોરંજક આપવાનો છે. જ્યારે બીજા દિવસે ધામધુમથી નવરાત્રિનું આયોજન કરાયું છે. અડુકીયો દડુકીયો માટે એન્ટ્રી રજીસ્ટ્રેશન 0-9 અને 10-18 વય જૂથો માટે તેમજ માતાઓ અને મેલ ટીનેજર અને ફિમેલ ટીનેજર માટે ખુલ્લું મુકાયું છે.

TejGujarati