આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસે પણ બેઠક માટે સંભાવિત ઉમેદવારોની યાદી પ્રદેશમાં મોકલી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસે પણ નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે સંભાવિત ઉમેદવારોની યાદી પ્રદેશમાં મોકલી.

નર્મદાની નાંદોદ બેઠક માટે કોંગ્રેસમાં 9 અને ડેડીયાપાડા બેઠક માટે 9 ઉમેદવારોના નામ બાયોડેટાસહીત પ્રદેશમાં મોકલ્યા

પોતાના નામો યાદીમાં ન જણાતા ટિકિટના અન્ય દાવેદારો નારાજ
બીટીપી અને કોંગ્રેસના ગઠબંધન અંગે અનેક અટકળો.

વર્તમાન ધારાસભ્ય પી ડી વસાવાએ પોતાને બદલે પોતાના પુત્ર માટે ટિકિટ માંગી?

રાજપીપળા,તા.18

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહીછે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે.સૌ પહેલા આમ આદમી પાર્ટીએ નાંદોદ બેઠક પર અન્ય દાવેદારોની ગણતરીને ધ્યાને લીધા વિના માત્ર એક જ નામ પ્રફુલ વસાવાનું નામજાહેર કર્યું.અને તે પણ આયાતીઉમેદવાર ને ટિકિટ આપી.થોડા દિવસ પહેલા જ પાર્ટીમાં જોડાયેલા ઉમેદવારને ટિકિટ આપી દેતા પાર્ટીના કાર્યકરોમાં રોષ અને વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે
સંભાવિત ઉમેદવારોની યાદી પ્રદેશમાં મોકલી ટિકિટનો મુદ્દો પાર્ટી પર છોડી દીધો છે.જેમાં નર્મદાની નાંદોદ બેઠક માટે કોંગ્રેસમાં 9 અને ડેડીયાપાડા બેઠક માટે 9એમ કુલ 18 ઉમેદવારોના નામ બાયોડેટા સહીત પ્રદેશમાં મોકલ્યા છે

જેમાં નાંદોદ બેઠક માટે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ વસાવા, વર્તમાન ધારાસભ્ય પી.ડી.વસાવાના પુત્ર જતીનભાઈ વસાવા, ભૂછાડ ગામમાં નિલેશભાઈ વસાવા, રણજીત તડવી એમની પત્ની અંગિરાબેન તડવી, રાજુભાઈ ભીલ, મહેન્દ્રભાઈ ભીલ (કપુર), રમણભાઈ ભીમાભાઈ તડવી, મનીષ તડવી (ડેકાઈ)

જ્યારે ડેડીયાપાડા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા, સુરેશભાઈ વસાવા, જેરમાબેન વસાવા, પ્રભુભાઈ વસાવા, હરિસિંહ વસાવા (વકીલ), રાકેશભાઈ વસાવા (ડેડીયાપાડા), સાગબારાના પરેશભાઈ વસાવા, આનંદભાઈ વસાવાના બાયોડેટા પ્રદેશ કક્ષાએ પહોંચી ગયા છે.

આ યાદીમાં વર્તમાન ધારાસભ્ય પી ડી વસાવાનું નામ નથી. પણ એમના પુત્ર જતીન વસાવાનું નામ આગળ કરાયું છે. જોકે જતીન વસાવા પાર્ટીમાં ખાસ સક્રિય રહ્યા નથી.અનેતેમની પાસે રાજકીય અનુભવ ખાસ ન હોવાથી તેમના નામ પર મહોર વાગે એવી શક્યતા કાર્યકરો નકારી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના સિનિયર આગેવાન જયંતી વસાવાના સુપુત્ર યુવા ઉમેદવાર હરેશ વસાવાનું નામ સૌથી વધારે આગળ છે. જોકે હરેશ વસાવાને આ અગાઉ કોંગ્રેસ ટિકિટ આપી ચુકી છે.પણ તેઓ જીતી શક્યા નહોતા. એ ઉપરાંત યુવા ઉમેદવાર રણજીત તડવી એમની પત્ની અંગિરાબેન તડવીના નામ પણ રેસમાં છે. નર્મદા કોંગ્રેસના સિનિયર આગેવાન એવા સ્વ.
દિનેશભાઇ તડવી ના સુપુત્ર
રણજીત તડવી યુવાસક્રિય કાર્યકર છે. જયારે તેમના પત્ની અંગિરાબેન તડવી નર્મદા કોંગ્રેસના મહિલા પ્રમુખ રહી ચુક્યા છે
આ બન્ને ઉમેદવારોનું તડવી સમાજમાં સારુ એવુ વર્ચસ્વ અને પકડ છે. એમની દાવેદારી પણ સ્ટ્રોંગ ગણાય છે.સિનિયર આગેવાન સ્વ.
દિનેશભાઇ તડવીએ ઘણીવાર ટિકિટની માંગણી કરી હતી પણ એમને ટિકિટ મળી નહોતી. તેથી આ વખતે એમના પરિવારમાંથી ટિકિટ નહીં ફાળવે તો નારાજગીનો સુર ચોક્કસ વહેતો થાયતો નવાઈ નહીં.અને તડવી સમાજના બહુધા વોટ ગુમાવવાનો વારો આવે તેમ છે.આમ પ્રદેશ માટે નાંદોદ બેઠક પર પસંદગીનો કળશ કોના માથે ઢોળવો એ યક્ષ પ્રશ્ન રહેશે. ટિકિટ ની જાહેરાત પછી બળવાની સ્થિતિ સર્જાય તો પણ નવાઈ નહીં. જોકે પાર્ટીએ એ ખાસ એ જોવું રહેશે કે આ બેઠક પર ભાજપાની સામે ટક્કર લે એવો ઉમેદવાર શોધવો પડશે. કારણ વર્તમાન સ્થિતિ જોતા ભાજપા નો જે પણ ઉમેદવાર આવશે એને માટે નર્મદા ભાજપાની છેલ્લા ઘણા મહિનાઓની તનતોડ મહેનત અને ચોક્કસ આયોજન કોંગ્રેસ માટે પડકાર રૂપ રહેશે. ત્યારે કોંગ્રેસે ભાજપા સામે મજબૂત ઉમેદવાર ઉભો રાખવો પડશે. જે કોંગ્રેસ માટે કપરા ચઢાણ રહેશે.

એજ પરિસ્થિતિ ડેડીયાપાડા બેઠક માટે કપરા ચઢાણ જેવી રહે તો નવાઈ નહીં.
જોકે આ વખતે વર્તમાન ધારાસભ્ય પી ડી વસાવાનું નામ કેમ નથી એ ચર્ચાનો વિષય બન્યો છે. પોતે ઘણા વખતથી પાર્ટીમાં ખાસ સક્રિય દેખાતા નથી પણ પી ડી વસાવા અગાઉ મીડિયા સમક્ષ એવુ જણાવી ચુક્યા છે કે પાર્ટી ટિકિટ આપશે તો હું લડીશ. પોતાનો પ્રશ્ન તેમણે પાર્ટી પર છોડી દીધો હતો. કાદચ તેઓ આ વખતે પોતાના સુપુત્રને પ્રોજેક્ટ કરવા માંગતા હોય. એ પણ એક કારણ હોઈ શકે. હવે એ જોવું રહ્યું કેપાર્ટી પસંદગીનો કળશ કોના પર ઢોળે છે?

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

TejGujarati