જામનગર ખાતે સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રક્તદાન શિબિરમાં પ્રજા ઉમટી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સાંસદના કરેલ કામો પ્રજામાં બોલાય છે. જામનગર ખાતે સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રક્તદાન શિબિરમાં પ્રજા ઉમટી.

જામનગર: કહેવાય છે કે નેતા પ્રજાના કામ કરે તો પ્રજા પણ નેતાની પડખે ઉભી જ રહે. દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પુનમબેન માડમ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેતાઓ પદાધિકારીઓ તો ખરા પણ બંને જિલ્લાની વૃદ્ધથી માંડી યુવા સુધી તમામ પ્રજા આ કેમ્પમાં ભાગ લેવા ઉમટી પડી હતી.

જામનગર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા હરિયા કોલેજ ખાતે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ તથા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ શિબિરનો લાભ કેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વૃદ્ધ થી લઈ યુવાઓ સુધી તમામ લોકોની રક્તદાન અને રોગ નિદાન કેમ્પ માટે લાઈનો લાગી હતી. આ પ્રસંગે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી રાઘવજી પટેલ તેમજ સાંસદ પૂનમબેન માડમે દીપ પ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મૂકી હતી તેમજ વધુમાં વધુ લોકો સહભાગી બને અને આ કેમ્પનો લાભ લે તેવી આશા વ્યક્ત કરી હતી. પૂનમબેન માડમ અને મંત્રી રાઘવજી પટેલ વિવિધ રોગોના નિદાન કેમ્પની તેમજ રકતદાન કેમ્પની મુલાકાત લઈ રકતદાન કરનાર યુવાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, શહેર પ્રમુખ ડો વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, દ્વારકાથી પબુભા માણેક, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો વધુ જોડાય અને ભાગ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન પ્રજાનો નેતા પ્રત્યે પ્રેમ અને લાગણીના દ્રશ્યો જોવા મળ્યા હતા તો યુવાઓ, બહેનો પોતાના નેતાની યાદગીરી રૂપે સેલ્ફી ખેંચાવતા નજરે પડ્યા હતા તો વૃદ્ધ વડીલો દારા પૂનમબેન ને આવા સરાહનીય કાર્ય બદલ માથે હાથ મૂકી આશીર્વાદ આપતા વધામણાં લેતા નજરે પડ્યા હતા. બંને જિલ્લાનો કાર્યભાર સંભાળતા પુનમબેન માડમ રાત દિવસ જોયા વગર બંને જિલ્લાના તમામ ગામોમાં લોકો વચ્ચે જઇ તેમના પ્રશ્નો સાંભળે છે અને નિરાકરણ લાવે છે જો પ્રજાના કામો અને પ્રશ્નો સંભળાતા હોય તો પ્રજા કેમ તે નેતાની પડખે આવી ન ઉભી રહે.

TejGujarati