આપણી પૂરેપૂરી સંસ્કૃતિ શ્લોક અને લોકની વચ્ચે વહે છે.

ધાર્મિક

 

• ગાર્ગી અને માર્ગીની વચ્ચે-બે કિનારાઓની વચ્ચે વહે છે.

• ગીતા યોગશાસ્ત્ર છે રામચરિતમાનસ પ્રયોગ શાસ્ત્ર છે.

• રામચરિતમાનસ મહાકાવ્ય નહીં મહામંત્ર છે.

પાંચમા દિવસની કથા પ્રારંભે બાપુએ યાદ કરાવ્યું કે એક સમયે વેદનું કેન્દ્રબિંદુ જામનગર માનવામાં આવતું,છોટે કાશી તરીકે ઓળખાતું હતું.ખંભાતમાં પણ વેદનો મહિમા ગાન થયેલો અને આખા દેશમાં વેદનો મહિમા છે.ખંભાત અને ઝાંઝીબાર વચ્ચે વેપારી સંબંધ પણ હતો.બાપુએ જણાવ્યું કે ફૂલછાબના કૌશિકભાઈ દરરોજ ઇતિહાસ અને વિવિધ પ્રકારની વિશેષ જાણકારીઓ રોજ-રોજ આપતા રહે છે.અહીંના ખંભાતના એક પ્રમાણિક ઈમાનદાર વણિક,પણ અતિશય પ્રમાણિકતાને કારણે વધુ કમાઈ ન શક્યા અને ગરીબ રહ્યા.મરવાની ઘડી આવી ત્યારે એનો એક દીકરો જેનું નામ ધર્મપાલ હતું એને બોલાવી અને કહ્યું કે તને આપવા માટે મારી પાસે કંઈ નથી પણ આશીર્વાદ આપું છું કે તું જે માટીને સ્પર્શ કરીશ એમાંથી સોનું બનશે.અને ધર્મપાલ દુકાન સંભાળે છે.બાપના આશીર્વાદને કારણે જ્યાં-જ્યાં હાથ નાખે છે ત્યાં-ત્યાં ખૂબ જ કમાય છે અને પાંચ સાત વર્ષમાં અતિશય ધનિક બને છે.અને એ વખતે એને વિચાર આવે છે કે આટલો બધો પૈસો મારા બાપા સત્યવાદી હતા,ઈમાનદાર હતા,ઈમાનદારીથી ઝડપથી પૈસો બનતો નથી.મિત્રોએ પૂછ્યું કે કઇ રીતે આટલું ધન? બાપાનાં આશીર્વાદ ધર્મપાલનો જવાબ હતો.પણ નિર્ણય કર્યો કે સતત નફો જ કરું છું તો ક્યારેક મોટી ખોટ પણ કરું જેથી સંતુલન રહે અને એ વખતે એક પૈસામાં ઝાંઝીબારમાં મુઠ્ઠી ભરાય,ખોબો ભરાય એટલા લવિંગ આવતા પરંતુ આ વેપારી ધર્મપાલે ભારતમાંથી લવિંગ ખરીદી અને ઝાંઝીબાર આખું જહાજ ભરી અને વેચવા ગયો! ત્યાં તેને સુલતાન મળે છે અને એ વખતે રેતી ઉપાડે છે,રેતીમાંથી સુલતાનની-સુલતાનનાં ગુરુની મૂલ્યવાન અંગૂઠી-વીંટી નીકળે છે.સુલતાનના ગુરુની વીંટી જોઈ અને સુલતાન ધર્મપાલને કહે છે મારા માટે આ ખૂબ જ મહત્વનું છે.તારે કંઈક લેવું પડશે.બહુ જ રકઝકને અંતે આખું જહાજ ભરેલા લવિંગ વેચે છે અને એમાંથી પણ પૈસા કમાય છે. બાપના આશીર્વાદ માટીમાંથી સોનું બનાવે છે.આજે બાપુએ વેદનો સંબંધ જોડી અને તૈતરીય ઉપનિષદનો એક મંત્ર કહ્યો:

ઋતં ચ સ્વાધ્યાય પ્રવચને ચ,સત્યં ચ સ્વાધ્યાય પ્રવચને ચ,તપશ્વચ સ્વાધ્યાય પ્રવચને ચ… અને આ શ્લોક સાથે બાપુએ કહ્યું તે ત્રાપજકર દાદાએ એક દુહો લખેલો:

તન તીરથ મંદિર મન મારા આંસુ ગંગા સ્નાન, ભાગીશ ક્યાં ભગવાન વળગ્યો આવશે વિઠ્ઠલા!

એ વિઠ્ઠલને સંબોધી અને ત્રાપજકર ઘણા દુઆ ‘વાડીના ફુલ’ પુસ્તકમાં પણ લખેલા.બાપુએ કહ્યું કે આપણી પૂરેપૂરી સંસ્કૃતિ શ્લોક અને લોકની વચ્ચે વહે છે.ગાર્ગી અને માર્ગીની વચ્ચે બે કિનારાઓની વચ્ચે વહે છે.પાણી નાખો તો એ પણ પોતાના બે કિનારા નિશ્ચિત કરી લે છે.આ મંત્રના સંદર્ભમાં સુંદરકાંડથી જોડાયેલો આખો પ્રસંગ કે જ્યારે હનુમાનજી રામકાજ કરવા માટે વિશાળ રૂપ લઈને ઉડે છે.ગીતા યોગશાસ્ત્ર છે રામચરિતમાન પ્રયોગ શાસ્ત્ર છે.રામચરિતમાનસ મહાકાવ્ય નહીં મહામંત્ર છે.એ વખતે મેનાક નામનો પર્વત જે પાંખો ધરાવતો હતો અને સોનાનો હતો.ઈન્દ્રએ એની પાંખો કાપવા વજ્ર ચલાવ્યું અને સાગરે એને આશરે આપ્યો. જ્યારે હનુમાનજી નીકળ્યા ત્યારે પોતાનો કરજો ચૂકવવા એ વખતે બહાર આવ્યો અને હનુમાનજીને કહે વિશ્રામ કરો. હનુમાનજીએ માત્ર સ્પર્શ કર્યો.આ એક વિઘ્ન છે અને જ્યારે કોઈ પણ સીતા,શક્તિ અને શાંતિની ખોજ કરવા નીકળીએ ત્યારે વિશ્રામના બહાને પણ સોનું આવે છે. બીજી વખત સર્પોની માતા સુરસા નીકળી.હનુમાનની બુદ્ધિ અને બળની પરીક્ષા કરવા માટે વિશાળરૂપ બનાવ્યું.સુરસાએ બમણું રૂપ કર્યું અને અંતે શતજોજન સુધી વિસ્તાર્યું. હનુમાનજીએ બમણું રૂપ ફેલાવ્યું,અંતે તેને માતા કહી,માતા માનીને હનુમાનજી અતિશય લઘુ રૂપ ધરી અને તેના મોઢામાંથી બહાર નીકળી ગયા અને બુદ્ધિ અને બળ બતાવ્યું.એ બીજું વિધ્ન.જે પાણીમાંથી આવ્યું અને ત્રીજું વિધ્ન આકાશમાંથી આવે છે.સિંહિકા કે જે આકાશમાંથી પડછાયાઓ પકડે છે જેને આપણે ઈર્ષા કહીએ છીએ.ઈર્ષા એવી છે જે આપણાથી ઉપર ઊઠે એને પકડતી હોય છે.

 

 

TejGujarati