15થી 17 સપ્ટેમ્બર સુધી એમઆઇટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીના સ્વામી વિવેદાનંદ સભા મંડળમાં વિવિધ સત્રોમાં રાજનીતિ અને સમાજ સહિત વિવિધ સાર્વજનિક મુદ્દાઓ ઉપર ચર્ચા
યુવાનોએ સ્થાનિક સ્તરથી લઇને સંસદ સુધી ઉપસ્થિતિ વધારવી જોઇએ – રાહુલ કરાડ
યુવાનો રાજનીતિનું ચરિત્ર બદલી શકે છે. ભવિષ્યના નેતા તૈયાર કરવાનું આ પ્લેટફોર્મ છે – એસપી સિંહ બઘેલ
ઇકોનોમીથી ઇકોલોજીની સફર કરવી જરૂરી, જીડીપી સાથે જળ, જંગલ જમીનની પણ વાત થાય – અનિલ જોશી
16 સપ્ટેમ્બર, 2022: ભારતીય છાત્ર સંસદની 12મી આવૃત્તિનું ઉદ્ઘાટન ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂણે સ્થિત એમઆઇટી-વર્લ્ડ પીસ યુનિવર્સિટીના સ્વામી વિવેકાનંદ સભા મંડપમાં થયું હતું. આ કાર્યક્રમ ભારતીય છાત્ર સંસદ ફાઉન્ડેશન અને એમઆઇટી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટના સંયુક્ત ઉપક્રમે થયું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રાજ્યકક્ષાના કેન્દ્રિય લો એન્ડ જસ્ટીસ મંત્રી પ્રો. એસપી સિંહ બઘેલ હતાં. આ પ્રસંગે ભારતીય છાત્ર સંસદના સંરક્ષક પ્રો. વિશ્વનાથ ડી. કરાડ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતીય છાત્ર સંસદના ઉદ્ઘાટન સત્રમાં ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડો. કૈલાસવાદિવુ સિવન, પ્રખ્યાત પર્યાવરણવિદ અને પદ્મભૂષણથી સન્માનિત અનિલ પ્રકાશ જોશી, ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના અધ્યક્ષ અને જેકે એન્ટરપ્રાઇઝના સીઇઓ અનંત અજયપત સિંઘાનિયા, શાસ્ત્રીય ગાયિકા કૌશિકી ચક્રવર્તી, એમઆઇટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીના કાર્યકારી નિદેશક અને ભારતીય છાત્ર સંસદના સંસ્થાપક રાહુલ કરાડની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમને સંબોધન કરતાં એમઆઇટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ અને ભારતીય છાત્ર સંસદના સંસ્થાપક રાહુલ કરાડે જણાવ્યું હતું કે, સંસ્થાનવાદી માનસિકતામાંથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉફયોગ અધિકૃત કરવામાં આવે તથા સ્વતંત્રતા દિવસનું નામ બદલીને રાષ્ટ્રીય દિવસ હોવું જોઇએ. તેના માટે એમઆઇટીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા અભિયાન ચલાવાઇ રહ્યું છે. રાહુલ કરાડે ઉમેર્યું હતું કે, ભારત વિશ્વની આધ્યાત્મિક રાજધાની છે. સુશાસન માટે સંસદીય પ્રક્રિયાઓથી પ્રશિક્ષિક યુવાનોને સ્થાનિક સ્તરથી લઇને સંસદમાં ઉપસ્થિતિ વધારવી પડશે.
કાર્યક્રમને સંબોધિત કરતાં મુખ્ય અતિથિ રાજ્યકક્ષાના લો એન્ડ જસ્ટીસ મંત્રી શ્રી એસરપી સિંહ બઘેલે જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમોના આયોજનથી દેશમાં યુવા નેતૃત્વની ભાવના વધુ મજબૂત થશે અને વિદ્યાર્થીઓમાં રાજનૈતિક સહભાગિતા વધશે, જેનાથી દેશની સંસદને સારું નેતૃત્વ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, લોકભાષા, લોક સંસ્કૃતિ, લોક વ્યવહારથી જ લોકતંત્ર મજબૂત થશે. ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિ દેશના વિકાસનો આધાર છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણમાં યુવા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. મને ખુશી છે કે આજે યુવાનો ચિકિત્સા, એન્જિનિયરીંગ અને સિવિલ સર્વિસિસને છોડીને રાજનીતિમાં કારકિર્દી બનાવવાનો વિચાર કરી રહ્યાં છે.
ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડો. કૈલાસવાદિવુ સિવને જણાવ્યું હતું કે, યુવા નેતૃત્વ સાયન્સ એન્ડ ટેક્નોલોજીને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે. તેમણે કહ્યું હતું કે, સરકારી યોજનાઓના અમલીકરણમાં ઇનોવેશન અને ટેકનીક આધારિત સેવાઓનું વિશેષ યોગદાન હોય છે.
જાણીતા પર્યાવરણવિદ અને પદ્મભૂષણથી સન્માનિત અનિલ પ્રકાશ જોશીએ જણાવ્યું હતું કે, દેશે ઇકોનોમીની સાથે ઇકોલોજી તરફ આગળ વધવું જોઇએ. આર્થિક વિકાસની સાથે-સાથે જળ, જંગલ, જમીનની સમૃદ્ધિની પણ વાત થવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે આપણે પ્રકૃતિના પાંચ તત્વોનું મહત્વ સમજીએ અને તેની રક્ષા કરીએ.
કાર્યક્રમમાં ફ્રીડમ ઓફ સ્પીચ વિષય પર યુવા કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ, પૂર્વ સીબીઆઇ ડાયરેક્ટર ડીઆર કાર્તિકેન, આચાર્ય ચંદ્રેશ ઉપાધ્યાય, ઓડિશાના મંત્રી તુષારકાંતિ બેહરાએ પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ જણાવ્યું હતું કે, અભિવ્યક્તિની આઝાદીની એક મર્યાદા હોવી જોઇએ, પરંતુ વર્ચસ્વ બતાવવા માટે આ મર્યાદા પાર થઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સમાજ અ યુવાનોનો દ્રષ્ટિકોણ બદલવામાં છાત્ર સંસદ જેવા અભિયાન ઉપયોગી સાબિત થશે.
ભારતીય છાત્ર સંસદની 12મી આવૃત્તિનું આયોજન મહારાષ્ટ્રના ઉચ્ચ અને તકનીક શિક્ષા મંત્રાલયની સાથે ખેલ અને યુવા કલ્યાણ મંત્રાલય તથા માનવાધિકાર માટે યુનેસ્કો ચેરના સહયોગથી થઇ રહ્યું છે. ત્રણ દિવસીય ભારતીય છાત્ર સંસદ દરમિયાન વિવિધ સત્રોમાં દેશના અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓમાંથી આવેલા હજારો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સમાજ અને રાજનીતિ સંબંધિ વિવિધ સાર્વજનિક મુદ્દાઓ ઉપર ચિંતન કરી રહ્યાં છે. આ દરમિયાન રાજનીતિ, સમાજસેવા, પર્યાવરણ, અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ સહિત અલગ-અલગ ક્ષેત્રના જાણકારો પોતાના અનુભવો રજૂ કરી રહ્યાં છે. કાર્યક્રમને ઘણાં રાજકીય અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન મળ્યું છે. વર્તમાન ભારતીય છાત્ર સંસદનું સમાપન 17 સપ્ટેમ્બરે થશે.