ત્યાગ અને વૈરાગમાં પણ સંવેદના ખૂબ જ હોય છે.વેદ અને વેદના જોડાયેલી છે. સત્સંગથી વિવેક આવે છે અને વિવેકથી આપણી રક્ષા થાય છે. પરસ્પર હરીદર્શન જ રક્ષણ છે.

ધાર્મિક

 

ચોથા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે આજે એક નવો કિસ્સો જે રામચરિત માનસની થોડોક બહારનો છે:મારા દેશનો એક દંડીસ્વામી, ૧૨૦૦-૧૪૦૦ વર્ષ પહેલા જગતગુરુ આદિ શંકરાચાર્યજી લખીને ગયા,કોઈ બ્રહ્મ દેવતાએ દેવીનું અપમાન કર્યું અને દેવી અપરાધ શતકની રચના શંકરાચાર્યજીએ એના માટે લખેલી એવું કહેવાય છે. એ વખતે ભારતની સ્થિતિ શું હશે ખબર નહીં પણ દેશને એક કરવા માટે ચાર પીઠની સ્થાપના કરી.અને જગતગુરુએ આખા દેશની યાત્રા કરી.ગાંધીજીએ યાત્રા કરી,વિનોબાજીએ ભૂદાનયાત્રા,રામ ભગવાને વનયાત્રા અને કૃષ્ણએ વ્રજયાત્રા કરી.શૃંગેરી- બદ્રીનાથ,ગોવર્ધનપુરી,રામેશ્વરમ અને દ્વારિકા મુખ્ય ચાર પીઠ અને ત્યાં મુખ્ય શિષ્યોની નિયુક્તિ કરી. આખા સમાજનો સમન્વય કર્યો.એક વખત જ્યારે શંકરાચાર્યજીએ પોતાનું નિર્વાણ નજીક આવ્યું ત્યારે કહ્યું કે હવે હું કેદારની યાત્રા પર જઈ રહ્યો છું અને કોઈએ સાથે આવવાની જરૂર નથી.શિષ્યો સમજી ગયા કે હવે ક્યારેય પાછા આવવાના નથી.ત્યાગ અને વૈરાગમાં પણ સંવેદના ખૂબ જ હોય છે.વેદ અને વેદના જોડાયેલી છે પણ એ ઓળખવાની શક્તિ કમજોર થઈ જાય તો શું કરીએ! ચિદાનંદ રૂપ બોલનારા છતાં પણ આશ્રિતોને સ્વાભાવિક જ પીડા થઈ.બધા જ રોઇ પડ્યા અને કહ્યું કે આપ જાવ, આપની લીલા છે.પરંતુ તમારા ગયા પછી અમારી રક્ષા કોણ કરશે?અમારું કવચ કોણ થશે?એ પણ બતાવતા જાઓ.જીવી લઈશું.જેની સાથે આપણી મોહબ્બત અને પ્રેમ હોય તે પૂરેપૂરો હોય છે.રૂમી કહે છે કે મારો એક જ કાર્યક્રમ છે:પ્રેમ કરવો. અને પછી શંકરાચાર્ય પાંચ વસ્તુ-પાંચ રક્ષા કવચ આપે છે: સદગુરુ,સત્સંગતિ,બ્રહ્મવિચાર ત્યાગ અને શિવઆત્મબોધ.
શંકરાચાર્યજી કહે છે કે મારા ગયા પછી તમારો સદગુરુ તમારી રક્ષા કરશે.બાપુએ કહ્યું કે કબીરનું એક પદ સદગુરુની સ્પષ્ટ વ્યાખ્યા કરે છે:
*સાધો સો ગુરુ સત્ય કહાવે.*
*કાયા કષ્ટ બલી નહીં દેવે,નહીં સંસાર છોડાવે.*
*યહ મન જાય જહા જહા તંહ તંહ પરમ દિખાવે.*
*કર્મ કરે નિષ્કર્મ રહે,કછુ ઐસિ જુગતિ બતાવે.*
*સદા વિલાસ ત્રાસ નહીં મન મેં,*
*ભોગમે જોગ જગાવે.*
*ભીતર-બાહર એક હી દેખે,*
*દુજા દ્રષ્ટિ ન આવે.*
*કહત કબીર કોઈ સદગુરુ ઐસા,*
*આવાગમન છોડાવે.*
આવા લક્ષણોવાળો સદગુરુ રક્ષા કરશે.સત્સંગતિ- સત્સંગથી વિવેક આવે છે અને વિવેકથી આપણી રક્ષા થાય છે.ત્રીજું બ્રહ્મવિચાર આ ત્રીજી રક્ષા છે. જ્યાં પણ રહો ભ્રમિત વસ્તુઓ નહિ પણ સત્યના વિચાર ઉપર રહેવું.આ વેદાંતનો શબ્દ છે,હું કહું કે રામરટણ- દિવ્ય મંત્રનું રટણ કરો.ત્યાગ સુરક્ષા છે જેટલી વસ્તુ ઓછી એટલું રક્ષણ વધારે.આપણે છોડવાનું નહીં સમજવાનું છે.પાંચમું શિવ આત્માબોધ: હું છું એ જ બીજો છે.પરસ્પર હરીદર્શન જ રક્ષણ છે.કથા પ્રવાહમાં નામવંદના પ્રકરણનું સંવાદિ ગાન કરી આજની કથાને વિરામ અપાયો.

TejGujarati