નેસ્લે સેરેગ્રો™એ પારંપરિક સામગ્રીઓથી પ્રેરિત સેરેગ્રોTM ગ્રેન સિલેકશનTM લોન્ચ કર્યું

બિઝનેસ સમાચાર
 

ખાદ્યની શક્તિને ઉજાગર કરીને નાવીન્યતા લાવવાની નેસ્લે ઈન્ડિયાની કટિબદ્ધતાના ભાગરૂપ નેસ્લે સેરેગ્રો™ દ્વારા નવી સબ બ્રાન્ડ સેરેગ્રો™ ગ્રેન સિલેકશન™ના લોન્ચ સાથે તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. પારંપરિક સામગ્રીઓથી પ્રેરિત આ રેન્જમાં રજૂ કરવામાં આવેલી આ 1લી પ્રોડક્ટ ફળો અને ઘી મિશ્રિત રાગીથી બનાવવામાં આવેલું નવજાત માટે પોષક અન્ન છે.

લોન્ચ પર બોલતાં નેસ્લે ઈન્ડિયાના ન્યુટ્રિશન બિઝનેસના હેડ વિનીત સિંહે જણાવ્યું હતું કે, “મહામારી પછી વાલીઓ ખાતરીદાયક પોષણના આત્મવિશ્વાસ સાથે તેમના બાળકના આહારમાં પારંપરિક સામગ્રીઓ અને રેસિપીઓ જોડવાની પદ્ધતિ વધુ ને વધુ જોવા લાગ્યા છે. નેસ્લે સેરેગ્રો™ મલ્ટીગ્રેન સિરીલ્સ દૂધ અને ફળ સાથે સંપૂર્ણ પોષણ, સંપૂર્ણ બાંયધરીના વચન સાથે તાજેતરમાં અમારી સૌથી સફળ રજૂઆતમાંથી એક છે. અમે માનીએ છીએ કે સંપૂર્ણ નવા સેરેગ્રો™ ગ્રેન સિલેકશન™ રાગી મિશ્રિત ફળો અને ઘી માતાઓને તેમના નવજાતના આહારમાં પોષક અને સ્વાદિષ્ટ સ્વરૂપમાં પારંપરિક સામગ્રીઓ સમાવવામાં મદદ થશે.”
મિલેટ્સ ભારતમાં ફૂડ બાસ્કેટનનું મહત્ત્વપૂર્ણ ઘટક રહ્યું છે અને સેરેગ્રો™ ગ્રેન સિલેકશન™ આ પારંપરિક મિલેટ્સના મૂલ્યની પુનઃખોજ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. નવું સેરેગ્રો™ ગ્રેન સિલેકશન™ રાગી, મિશ્રિત ફળ અને ઘી ભારતમાં મુખ્ય રિટેઈલ અને ઓનલાઈન સ્ટોર્સમાં મળશે.
પોષણ સમૃદ્ધ મિલેટ્સનો આદર કરવા અને જનજાગૃતિ વધારવા માટે 2023ને મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. 4000 વર્ષથી ઉગાડવામાં આવતાં રાગી જેવા મિલેટ્સ (ઉપરાંત નાચણી, મંડુઆ, કેપ્પાઈ તરીકે પણ ઓળખાય છે)ની વાવણી માટે ઓછા પાણીની આવશ્યકતા પડે છે અને સક્ષમ કૃષિ માટે તે ઉત્તમ છે.
TejGujarati