MeitY સ્ટાર્ટઅપ હબ અને મેટાએ ભવિષ્યની ટેકનોલોજીઓ અને સંશોધનના સંવર્ધન માટે XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કર્યો

બિઝનેસ સમાચાર

 

• એક્સિલરેટર પ્રોગ્રામ XR ટેકનોલોજીસ આધારિત પ્રોડક્ટ્સ અને ઉકેલોનું સર્જન કરતા 40 અર્લી સ્ટેજ સ્ટાર્ટ અપ્સને મદદ કરશે
• ગ્રાન્ડ ચલેન્જ 80 ઇનોવેટર્સને શોર્ટલિસ્ટ કરશે અને તેમાંથી 16 જેઓ ભારતમાં XR ટેકનોલોજીના એડવાન્સમેન્ટમાં યોગદાન આપનારાઓને વધુ ટેકો પૂરો પાડશે
નવી દિલ્હી, 143 સપ્ટેમ્બર 2022: ઇલેક્ટ્રોનીક્સ અને આઇટી (MeitY) મંત્રાલયની પહેલ MeitY સ્ટાર્ટઅપ હબ (MSH) અને મેટાએ દેશમાં એક્સટેન્ડેડ રિયાલિટી (XR) ટેકનોલોજીસનું સંવર્ધન કરવામાં મદદ કરવા માટેના XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામને આજે શરૂ કર્યો છે. મેટાવર્સ માટે કૌશલ્યો અને ટેકનોલોજીકલ ક્ષમતાઓ પર કેન્દ્રિત આ પહેલ ઉભરતી ટેકનોલોજીઓ માટેની ઇકોસિસ્ટમને આકાર આપવામાં મદદ કરશે જેમાં દેશમાં ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR)નો પણ સમાવેશ થાય છે.
એનાલિસીસ ગ્રુપના તાજેતરના અભ્યાસ અનુસાર મેટાવર્સ 2031 સુધીમાં ભારતની જીડીપીમાં 240 અબજ ડોલર અથવા 4.6 ટકાનું યોગદાન આપશે તેવો અંદાજ છે, જે સંભવતઃ રોજગારી તકો, ખાસ ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વધુ દ્વારા પ્રવર્તમાન આર્થિક પ્રભાવોના અનેક પાસાઓ પર અસર કરશે.
XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં એક્સિલરેટર અને ગ્રાન્ડ ચેલેન્જ (ભવ્ય સ્પર્ધા)નો પણ સમાવેશ કરાયો છે જેમાં દેશમાં ઉભરતી ટેક કોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો અને અન્યો ઉપરાંત શિક્ષણ, જાણકારી અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહ આપવાનો હેતુ છે.
આ પ્રસંગે બોલતા, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતાના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “XR જેવી ઊંડી ટેક્નોલોજીઓ ડિજિટલ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે અને તેના માટે નોંધપાત્ર આર્થિક લાભ થઈ શકે છે. દેશ હું મેટા સાથેના સહયોગની આશા રાખું છું અને મને આશા છે કે તે 2025 સુધીમાં ભારતને ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના સરકારી વિઝનને અનુરૂપ ભાવિ ટેક્નોલોજીઓમાં રોકાણના વિકાસને વેગ આપવા માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડશે.”
સરકારની નીતિઓ અને દ્રષ્ટિકોણ ઉદ્યોગસાહસિકતાની તકોને સશક્ત બનાવે છે મંત્રીએ ભારતમાં આજે ડિજિટલ સેવાઓ, પ્લેટફોર્મ્સ, એપ્લિકેશન્સ, સામગ્રી અને સોલ્યુશન્સનું વિશાળ બજાર છે તેની પર ભાર મુકતા તેમણે કહ્યુ કે “PMના ડિજિટલ ઈન્ડિયાના વિઝન મુજબ, ભારત હવે ટેક્નોલોજીનો ઉપભોક્તા નહીં રહે પરંતુ ઉભરતી ટેક્નોલોજીના ઉત્પાદનમાં અગ્રેસર બનશે. યુવા ભારતીય સ્ટાર્ટઅપ્સ, ખાસ કરીને ટાયર 2/3 શહેરોમાંથી, વેબ 3.0, બ્લોકચેઇન, AI, મેટાવર્સ વગેરે જેવા ઉભરતા ટેક ક્ષેત્રોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે અને ભારત અને વિશ્વ માટે ટેકનોલોજી અને ઇન્ટરનેટના ભાવિને આકાર આપશે.”
મેટાના ગ્લોબલ પોલિસીના વાઇસ પ્રેસિડન્ટ જોયેલ કાપ્લાને આ સહયોગ પર પોતાના મંતવ્યો પૂરા પાડતા જણાવ્યું હતુ કે, “ભારત ભવિષ્યની ટેકનોલોજીઓને વ્યાખ્યાયિત કરવાં મહત્વનો ભાગ ભજવશે. ભારતમાં લેવામાં આવેલા નિર્ણયો અને રોકાણ હવે ટેકનોલોજી કેવી રીતે વધુ આર્થિક તકોઅને લોકો માટે વધુ સારા પરિણામો ડિલીવર કરી શકે છે તેવી વૈશ્વિક ચર્ચાઓને આકાર આપી શકે છે. ભારતના ટેક સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સને મેટાવર્સનો પાયો ઉભા કરવામાં સક્ષમ બનાવતી ઇકોસિસ્ટમનું સર્જન કરવામાં આપણે મદદ કરીએ તે અગત્યનુ છે.”
XR સ્ટાર્ટ પ્રોગ્રામને લોન્ચ કરવાના પ્રસંગે પોતાના સંબોધનમાં ફેસબુક ઇન્ડિયા (મેટા)ના વાઇસ પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અજીત મોહને જણાવ્યુ હતુ કે, “ઇન્ટરનેટના ભવિષ્યને આકાર આપવા માટેના વિશાળ પૂલ સાથેનું મિશ્રણ ભારતની ઝડપી ટેક સોલ્યુશન સ્વીકાર્યતા દેશને લાભદાયક સ્થિતિમાં મુકે છે. આ ભવિષ્ય સમતોલ બની રહે તે માટે તેમાં ડેવલપર્સ, બિઝનેસીસ, ક્રિયેટર્સ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગ સાહસિકો સહિતના લોકો પાસેથી સક્રિય ભાગીદારીની આવશ્યકતા રહેશે. અમે MeitY સ્ટાર્ટ હબ સાથે ભાગીદારી કરતા ઉત્સાહિત છીએ અને XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શિક્ષણ, આરોગ્યસંભાળ, એગ્રીટેક અને પ્રવાસન ક્ષેત્રે ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં ઊંડી ટેકનોલોજીના વપરાશને ખુલ્લો મુકવા મટે એક ઉત્પ્રેરક તરીકે કામ કરશે.”
એક્સિલરેટર પ્રોગ્રામ XR ટેક્નોલોજીમાં કામ કરતા 40 પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટ-અપ્સને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ સાથે સપોર્ટ કરશે. વધુમાં, ગ્રાન્ડ ચેલેન્જ એજ્યુકેશન, લર્નિંગ અને સ્કીલ્સ, હેલ્થકેર, ગેમિંગ અને એન્ટરટેઈનમેન્ટ, એગ્રીટેક એન્ડ ક્લાઈમેટ એક્શન અને ટૂરિઝમ એન્ડ સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં પ્રારંભિક તબક્કાના ઈનોવેટર્સને પ્રોત્સાહિત કરશે.
ઇનોવેટર્સને સંશોધન અને વિકાસ તબક્કાથી લઈને કાર્યક્ષમ ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવામાં આવશે. સૌપ્રથમ 80 ઈનોવેટર્સને બુટકેમ્પમાં હાજરી આપવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે, જેમાંથી કુલ 16 ઈનોવેટર્સને દરેકને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે અને તેમને મિનિમમ વાયેબલ પ્રોડક્ટ (MVP)/ પ્રોટોટાઈપ વિકસાવવામાં મદદ કરવા માટે વધુ સહાય આપવામાં આવશે.
એક્સિલરેટર અને ગ્રાન્ડ ચેલેન્જ સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સને ગ્રાહક જોડાણો, ભાગીદારીની તકો અને અન્ય બાબતોની સાથે ભંડોળ ઊભું કરવા માટે પણ સમર્થન આપશે.
સહયોગને આગળ વધારતા, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના અધિક સચિવ શ્રી ભુવનેશ કુમારએ ટિપ્પણી કરી હતી કે, “મેટા સાથેનો સહયોગ રોકાણના લેન્ડસ્કેપને વેગ આપશે અને દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પોષવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે, ખાસ કરીને ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ માટે. ”
XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામનો અમલ ચાર સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે – જેમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી – હૈદરાબાદ ફાઉન્ડેશન, હૈદરાબાદ, તેલંગાણા (CIE IIIT-H); AIC SMU ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશન ફાઉન્ડેશન (AIC-SMUTBI), રંગપો, સિક્કિમ; ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ (GUSEC), અમદાવાદ, ગુજરાત અને ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (FITT), IIT દિલ્હી, નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ વ્યૂહાત્મક રીતે XR ટેક્નોલોજી સ્પેસમાં સમગ્ર ભારતમાં હલચલ પેદા કરીને સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ્સને સક્ષમ બનાવશે.
XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામને મેટાના XR પ્રોગ્રામ્સ અને રિસર્ચ ફંડ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે, ઔદ્યોગિક ભાગીદારો, નાગરિક અધિકાર જૂથો, સરકારો, બિનનફાકારક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના પ્રોગ્રામ્સ અને બાહ્ય સંશોધનમાં બે વર્ષમાં 50 મિલીયન ડોલરનું રોકાણ કરે છે.

MSH વિશે
ટેક્નોલોજી ઇનોવેશન, સ્ટાર્ટ-અપ્સ અને બૌદ્ધિક સંપત્તિના નિર્માણને પ્રોત્સાહન આપવાના MeitYના વિઝનને સરળ બનાવવા માટે, તેના નેજા હેઠળ ‘MeitY સ્ટાર્ટ-અપ હબ’ (MSH) નામની નોડલ એન્ટિટીની સ્થાપના કરવામાં આવી છે. તે રાષ્ટ્રીય સંકલન, સુવિધા અને દેખરેખ કેન્દ્ર તરીકે કાર્ય કરશે જે MeitYના તમામ ઇન્ક્યુબેશન કેન્દ્રો, સ્ટાર્ટ-અપ્સ અને નવીનતા સંબંધિત પ્રવૃત્તિઓને એકીકૃત કરશે. 2021 સુધીમાં, MSH એ ઝડપી સમયગાળામાં 2,650 થી વધુ સ્ટાર્ટઅપ્સ, 418 ઇન્ક્યુબેટર્સ, 347 માર્ગદર્શકો અને 22 અત્યાધુનિક સેન્ટર્સ ઑફ એક્સેલન્સ (CoEs)નું એકીકરણ અનુભવ્યુ છે.

મેટા પ્લેટફોર્મ ઇન્ક વિશે
મેટા એવી ટેક્નોલોજી બનાવે છે જે લોકોને કનેક્ટ કરવામાં, સમુદાયો શોધવામાં અને વ્યવસાયો વધારવામાં મદદ કરે છે. જ્યારે ફેસબુક 2004માં શરૂ થયું, ત્યારે તેણે લોકોની કનેક્ટ થવાની રીત બદલી નાખી છે. મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી એપ્સે વિશ્વભરના અબજોને વધુ સશક્ત કર્યા છે. હવે, મેટા 2D સ્ક્રીનોથી આગળ વધીને સામાજિક ટેક્નોલોજીમાં આગામી ઉત્ક્રાંતિના નિર્માણમાં મદદ કરવા ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવા ગાઢ અનુભવો તરફ આગળ વધી રહી છે.

 

TejGujarati