આઇબીએમે ડિજિટલ ઇનોવેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટને વેગ આપવા ગુજરાત ઇન્ટરનેશનલ ફિન ટેક સિટી (ગિફ્ટ સિટી)માં સોફ્ટવેર લેબની સ્થાપના કરી

બિઝનેસ સમાચાર

 

• આઇબીએમ સોફ્ટવેર લેબ હાઇબ્રિડ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં નેક્સ્ટ-જનરેશન સોલ્યુશન્સ ડિલિવર કરશે

• ગુજરાતના ડિજિટલ મીશનને વેગ આપવાના વિઝનમાં મદદ કરશે, આ સેન્ટર વૈશ્વિક ફાઇનાન્સિયલ અને આઇટી સર્વિસિસ હબ તરીકે ગિફ્ટ સિટીની પ્રતિષ્ઠાને મજબૂત કરશે

અમદાવાદ (ગુજરાત), ભારત, 15 સપ્ટેમ્બર, 2022: આઇબીએમ (NYSE: IBM)એ આજે તેની નવી સોફ્ટવેર લેબનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં ફિનટેક વન ખાતે તેનું અત્યાધુનિક ગ્લોબલ ઇનોવેશન સેન્ટર છે. ગિફ્ટ સિટીમાં મેગા-ડેવલપમેન્ટમાં આ વૈશ્વિક કામગીરીઓ પૈકીનું એક બનશે. આ સેન્ટર સિક્યુરિટી, સસ્ટેનેબિલિટી સોફ્ટવેર, ડેટા એન્ડ એઆઇ અને ઓટોમેશન જેવાં ક્ષેત્રોમાં નવી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સના એન્જિનિયરીંગ, ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઉપર કેન્દ્રિત રહેશે તેમજ પ્રદેશમાં ટેક્નોલોજી ઇકોસિસ્ટમ સાથે સહયોગ કરશે, જેથી વૈશ્વિક ઇન્ડસ્ટ્રી માટે ભેગા મળીને સોલ્યુશન્સ તૈયાર કરશે.

આ લેબનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના માનનીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, આઇબીએમ સોફ્ટવેરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ટોમ રોસામિલિયા, આઇબીએમના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ હ્યુમન રિલેશન્સ ઓફિસર નિકલ લામોરેક્સ, આઇબીએમ ઇન્ડિયા સાઉથ એશિયાના મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ પટેલ, આઇબીએમ ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્મા, ગિફ્ટ સિટીના ચેરમેને સુધીર માંકડ અને ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ તપન રે સહિત ગુજરાત સરકારના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સુવિધાનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતે તેની ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની સફરમાં અસાધારણ બેન્ચમાર્ક સ્થાપિત કર્યાં છે તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા મીશનને સપોર્ટ કરતાં દેશ માટે ઉભરતા મોડલ તરીકે સેવા આપી રહ્યું છે. અમારી પાસે મજબૂત આઇસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને આ લેબ ડિજિટલ ટેકનીક અને ચુસ્ત કાર્યપ્રણાલીને સંકલિત કરતાં સોલ્યુશન્સને વિકસાવીને ગુજરાતની ડિજિટલ ઇકોનોમીને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. પહેલાં ડિજિટલ ગવર્નન્સમાં પરિવર્તન લાવ્યાં બાદ હવે અમે સંભાવનાઓના આગામી યુગ તરફ નજર કેન્દ્રિત કરી રહ્યાં છીએ. ગિફ્ટ સિટીમાં આઇબીએમની સોફ્ટવેર લેબનો પ્રારંભ આપણા રાજ્યમાં ટેક્નોલોજી અને ઇનોવેશનમાં વૈશ્વિક સ્તરે અગ્રણી કંપનીઓને આકર્ષવાની ગુજરાતની આઇટી/આઇટીઇએસ પોલીસીની સફળતા સૂચવે છે.”

ગુજરાતના માનનીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, “અમારી પાસે યુવા પ્રતિભાનો વિશાળ સમૂહ છે કે જેમની યોગ્યતાઓ નેશનલ એજ્યુકેશન પોલીસી સાથે જોડાયેલી છે. તેઓ ડિજિટલ ટેક્નોલોજીસમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે અને આપણા નાગરિકો અને વ્યવસાયોને બેસ્ટ સેવાઓ પ્રદાન કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. આજની તારીખમાં અમે ક્લાઉડ, આઇઓટી અને બીજી ઉભરતી ટેક્નોલોજીના વિષયોમાં 47 હાઇ સ્કિલ્ડ આઇટી કોર્સિસ કાર્યરત કર્યાં છે. રચનાત્મકતા, ઇનોવેશન અને નોલેજ એક્સચેન્જને કેન્દ્રમાં રાખતાં એક મજબૂત, હાઇબ્રિડ અને સહયોગી વર્કપ્લેસ સ્વરૂપે ડિઝાઇન કરતાં આઇબીએમ લેબ કૌશલ્ય નિર્માણને વેગ આપશે તથા કુશળ યુવા આઇટી પ્રોફેશ્નલ્સ માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત રોજગારનું સર્જન કરવામાં મદદ કરશે.”

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં આઇબીએમ સોફ્ટવેરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ટોમ રોસામિલિયાએ જણાવ્યું હતું કે, “અમે ભારત અને વિશ્વ માટે દેશમાં ઇનોવેશન માટે કટીબદ્ધ છીએ તેમજ સરકારી સંસ્થાઓ અને વ્યવસાયોની અપેક્ષાઓને પૂર્ણ કરવા તેમની સાથે સહયોગ કરીને ટેક્નોલોજી સોલ્યુશન્સ તૈયાર કરીએ છીએ. નવી આઇબીએમ ઇન્ડિયા સોફ્ટવેર લેબ રાજ્યની ડિજિટલ આકાંક્ષાઓને પૂર્ણ કરવાની સાથે-સાથે યુવાનો માટે રોજગારની નવી તકોનું પણ સર્જન કરશે તથા તેના ટેક-સેવી પ્રોફેશ્નલ્સ માટે ડિજિટલ કૌશલ્યોને મજબૂત બનાવશે અને રાજ્યના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને બળ આપશે.”

આઇબીએમ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત આઇટી/આઇટીઇએસ સેક્ટર માટે રોકાણના આગામી કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. તે આઇટી/આઇટીઇએસ પોલીસીનું સ્પષ્ટ પરિણામ છે કે જેમાં એઆઇ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં કૌશલ્ય વર્ધન સહિત સારી ઇકોસિસ્ટમની રચનાનું વિઝન છે. ઉભરતી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાના સરકારના વિશેષ પ્રયાસો તથા ગુજરાત એઆઇ સેન્ટર જેવી પહેલોથી અમે ખૂબજ ઉત્સાહિત છીએ કે જે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દેશમાં ઇનોવેશનને બળ આપવાના અમારા વિઝનને સક્ષમ કરશે તથા ડિજિટાઇઝેશનની વાસ્તવિક ક્ષમતાઓને અનલોક કરવામાં મદદ કરશે. ગિફ્ટ સિટીમાં અમારી લેબની ઉપસ્થિતિ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કે જે રાજ્યમાં સ્પર્ધાત્મકતા અને વ્યવસાયિક આકર્ષણમાં ઉમેરો કરશે તથા વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ ઇનોવેશન હબ તરીકે પણ સેવા આપશે. અમે અહીંના કૌશલ્યો અને પ્રતિભાને જોતાં અમારી શ્રેષ્ઠ વૈશ્વિક કામગીરીને ગુજરાતમાં લાવીએ છીએ, જેમાં પ્રોડક્ટ ડિઝાઇન, એન્જિનિયરીંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ વિશેષ છે. ભેગા મળીને આપણે નેક્સ્ટ-જનરેશન સોલ્યુશન્સ વિકસાવવા અને ડિલિવર કરવા મજબૂત આધારની રચના કરી શકીશું.”

આઇબીએમ ઇન્ડિયા સોફ્ટવેર લેબ (આઇએસએલ) ભારત અને વિશ્વમાં બિઝનેસના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે નેક્સ્ટ-જનરેશન સોફ્ટવેર પોર્ટફોલિયો અને ક્લાઉડ ઓફરિંગના ડિઝાઇન, વિકાસ અને ડિલિવરી દ્વારા આઇબીએમના ટેક્નોલોજી બિઝનેસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. તે આઇબીએમની પાર્ટનર ઇકોસિસ્ટમ સાથે સહયોગ કરતાં આઇબીએમના હાઇબ્રિડ ક્લાઉડ પ્લેટફોર્મને પણ મદદ કરે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

TejGujarati