નડિયાદ સ્થિત ક્રિષ્ના હિંગ કંપનીના પ્રમોટરો એનઆઈએની તપાસમાં નિર્દોષ સાબિત થયા 

બિઝનેસ
નડિયાદ, ૧૫ સપ્ટેમ્બર: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તાજેતરમાં નડિયાદ ખાતેની કંપની ક્રિષ્ના હિંગના પ્રમોટરોની તપાસ કરવામાં આવી હતી જેમાં ક્રિષ્ના હિંગના પ્રમોટરો નિર્દોષ સાબિત થયા છે. અફઘાનિસ્તાનથી હિંગના કન્સાઈન્મેન્ટની આયાતને સંદર્ભે ચોક્કસ નાણાકીય લેવડ-દેવડને લીધે કંપનીના પ્રમોટર્સ તપાસ હેઠળ આવ્યા હતા. મુંબઈ અને દિલ્હી સ્થિત હિંગ અને ડ્રાય ફ્રુટ્સના આયાતકારોની આ સંદર્ભે તપાસ આદરવામાં આવી હતી કે જેમણે સમાન ચેનલ મારફત ચુકવણી કરી હતી.
કાયદાનું પાલન કરતા અને જવાબદાર નાગરીક તરીકે કંપનીના પ્રમોટરોએ એનઆઈએની ટીમને સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ તેમની ફેક્ટરી અને નિવાસસ્થાને એનઆઈએની ટીમે મુલાકાત લીધી હતી. તપાસના અંતે, એનઆઈએની ટીમે ક્રિષ્ના હિંગના પ્રમોટરોને નિર્દોષ જાહેર કર્યા હતા તથા ટીમને કંપનીની વહિવટી અને નાણાકીય લેવડ-દેવડમાં ગેરરીતિ કર્યા હોવાનું જાણવા મળ્યું ન હતું.
કંપનીએ સ્પષ્ટતા આપી હતી કે ક્રિષ્ના હિંગના પ્રમોટરોને ભારતીય કાયદા હેઠળ આ પ્રકારની લેવડ-દેવડ કરવા માટેની ઉચિત વિશ્વસનિય માન્યતા મળેલી છે. એનઆઈએ દ્વારા વધુ તપાસ અર્થે વિવિધ પાસાઓ પર છણાવટ કરી રહી છે. કંપનીના પ્રમોટરોએ જણાવ્યું હતું કે એનઆઈએને કંપની અને તેના પ્રમોટરો દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ કર્યા હોવાનું જણાયું નથી.
ક્રિષ્ના હિંગ બ્રાન્ડ નામ અને ન્યુ ભારત હિંગ સપ્લાઈંગ કંપની એક પરિવાર માલિકીનો કારોબાર છે જેનું રજિસ્ટ્રેશન ૧૯૫૭માં થયું હતું પરંતુ એક કારોબાર તરીકેના મૂળીયા ભારતની સ્વતંત્રતાના પહેલા નંખાયા હતા.
કંપનીએ વર્ષ ૨૦૦૮માં અફઘાનિસ્તાનથી નિયમિત રીતે કાચી હિંગની આયાત શરૂ કરી હતી અને ક્રિષ્ના હિંગ ગુજરાતના ઘર-ઘરમાં જાણીતું અને વિશ્વસનિય નામ બની ગયું હતું. ગત વર્ષે, કંપનીએ દેશભરની ઘણી પ્રતિષ્ઠિત હિંગ અને મસાલા બ્રાન્ડ્સની જથ્થાબંધ વપરાશ માટે અંદાજે ૨૦૦ એમટી કાચી હિંગની આયાત કરી હતી.
હિંગ એક પરંપરાગત મસાલો છે અને ઔષધિય વનસ્પતિ ગમ છે જે સદીઓથી અફધાનિસ્તાન અને ઈરાનના પર્વતોમાં ઉગે છે. ભારતીય વેપારીઓ પરંપરાગત રીતે આ દેશોમાંથી આયાત કરે છે.
TejGujarati