મહારાણી એલિઝાબેથ-2 અમદાવાદમાં

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*મહારાણી એલિઝાબેથ-2 અમદાવાદમાં*
– *ડો માણેક પટેલ ‘સેતુ’*


તાજેતરમાં તારીખ 8 -9-2022 ના રોજ અવસાન પામેલાં બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ-2ની વર્ષ 1961માં ભારતની મુલાકાત દરમિયાન 1 અને 2 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવ્યાં હતાં. તેમના પતિ પ્રિન્સ ફિલિપ્સ રાણી સાથે હતા.પાંચ લાખથી વધુ નગરજનો એ રાણીનું અભિવાદન ઝીલ્યું હતું. એ સમયે એમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ તેમનું સ્વાગત કરીને આશ્રમ બતાવ્યો હતો.એ સમયની દૂલૅભ વીડીયો-ફિલ્મ માણવી રહી!.નોંધપાત્ર ઘટનામાં મહાત્મા ગાંધીજીએ જાતે કાંતેલા સુતરમાંથી બનાવેલો હાથરૂમાલ રાણી એલિઝાબેથને લગ્નની ભેટ સ્વરૂપે આપ્યો હતો.એ હાથરૂમાલ રાણીએ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે બતાવ્યો હતો.

TejGujarati