કેજરીવાલ રિક્ષામાં બેસી ચલાકના ઘેર જમવા ચાલ્યા પોલીસ સાથે થઈ બોલાચાલી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત

કેજરીવાલ રિક્ષામાં બેસી ચલાકના ઘેર જમવા ચાલ્યા પોલીસ સાથે થઈ બોલાચાલી.

રીક્ષા ચાલકના જન સંવાદ કાર્યક્રમ દરમિયાન વિક્રમ ભાઈ દંતાણી નામના રીક્ષા ચાલક અરવિંદ કેજરીવાલજીને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપતા તેમનું આમંત્રણ સ્વીકારી તેમની જ રિક્ષામાં જમવા જતા પોલીસ સાથે બોલાચાલી થઈ હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ અમદાવાદમાં રીક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઘણા રીક્ષા ચાલકોએ તેમની સમસ્યાઓ અને તેમના પ્રશ્નો અરવિંદજીની સામે મૂક્યા. આ દરમિયાન વિક્રમ ભાઈ દંતાણી નામના રીક્ષા ચાલકે અરવિંદ કેજરીવાલજીને તેમના ઘરે જમવા માટે બોલાવ્યા.

જવાબમાં અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે તેઓ ચોક્કસ આવશે અને તેમની સાથે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ રાત્રી ભોજન કરશે. તેઓ હોટલથી વિક્રમ ભાઈના ઘર સુધી તેમની રીક્ષામાં જવાનું પસંદ કરશે. આ વાતચીત સાંભળીને તમામ રીક્ષાચાલકો ખૂબ ખુશ થઈ ગયા.

સાંજે 7:00 વાગ્યે વિક્રમ ભાઈ દંતાણી અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાને લેવા માટે હોટેલ તાજ સ્કાયલાઈન પહોંચ્યા. ત્યાંથી ત્રણેય વિક્રમ ભાઈની રીક્ષામાં બેસીને ઘાટલોડિયા જવા નીકળ્યા જ્યાં વિક્રમ ભાઈનું ઘર છે. જ્યારે વિક્રમભાઈ અરવિંદ કેજરીવાલજી સાથે હોટેલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસે સુરક્ષાનું કારણ આપીને અરવિંદ કેજરીવાલને રોક્યા હતા. આ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અમદાવાદના રીક્ષાચાલકો ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા, જેથી અરવિંદ કેજરીવાલજીને કોઈ ખતરો ન હતો, પરંતુ પોલીસકર્મીઓએ રીક્ષાને ચારે બાજુથી ઘેરી લીધી અને અરવિંદજીને રીક્ષામાં જવાની ના પાડી દીધી હતી. અરવિંદ કેજરીવાલએ વિક્રમભાઇના ઘરે ભોજન લીધું. કેજરીવાલ ઘાટલોડિયા ખાતે વિક્રમભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં અરવિંદ કેજરીવાલ વિક્રમભાઈના પરિવારજનોને મળ્યા અને તેમની તબિયત વિશે ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ તેમણે વિક્રમભાઈના ઘરે ભોજન લીધું હતું. ભોજન લીધા બાદ અરવિંદ કેજરીવાલ હોટલ જવા રવાના થયા હતા.

TejGujarati