ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા’ પહેલ અંતર્ગત ડેટોલે ભારતના પ્રથમ હાઇજિન ઓલિમ્પિયાડનો પ્રારંભ કર્યો

બિઝનેસ સમાચાર

 

 

· ડેટોલ હાઇજિન ઓલિમ્પિયાડ બાળકો માટે ભારતની સૌથી મોટી હાઇજિન ઓલિમ્પિયાડ બનશે

 

· 2022માં ડેટોલ હાઇજિન ઓલિમ્પિયાડ દ્વારા 24 મિલિયન બાળકોનો સંપર્ક કરાશે

 

 

 

રાષ્ટ્રીય, 07 સપ્ટેમ્બર 2022: વિશ્વની અગ્રણી કન્ઝ્યુમર હેલ્થ અને હાઇજિન કંપની રેકિટ્ટ દ્વારા પોતાની આગેવાનીમાં ચાલી રહેલી ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા ઝૂંબેશ અંતર્ગત આજે ભારતના પ્રથમ અને સૌથી મોટા હાઇજિન ઓલિમ્પિયાડ – ડેટોલ હાઇજિન ઓલિમ્પિયાડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુ સારા આરોગ્યની મજબૂત આધારશિલા મૂકવા માટે સારી સ્વચ્છતાના મૂળભૂત પાયા ઉપર નિર્માણ પામેલા આ ઓલિમ્પિયાડમાં 24 મિલિયન બાળકોનો સંપર્ક કરવામાં આવશે, ઓલિમ્પિયાડના ભાગરૂપે તેમને સ્વચ્છતા સંબંધિત તેમની તાર્કિક, વિશ્લેષણાત્મક અને સમસ્યા-ઉકેલવાની ક્ષમતા વિકસાવવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ તેમના રોજબરોજના સ્વચ્છતા આચરણોને તેમની સહજ આદત બનાવી શકે. ડેટોલ સ્કૂલ હાઇજિન અભ્યાસક્રમના સ્વાભાવિક વિસ્તાર સ્વરૂપે આ પહેલ સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે રેકિટ્ટની માન્યતાઓને વધુ દ્રઢ બનાવે છે જે વધુ સારા આરોગ્ય માટે ભારતની સફર માટે અત્યંત આવશ્યક છે.

 

 

 

ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા દ્વારા સમર્થિત આ ઓલિમ્પિયાડ ટેક્નિકલ પાર્ટનર તરીકે અર્ન્સ્ટ એન્ડ યંગ LLP (EY)ની સાથે સાથે ડેટોલ સ્કૂલ હાઇજિન પ્રોગ્રામના સંપર્ક ભાગીદારો – પ્લાન ઇન્ડિયા, સિસેમ વર્કશોપ ઇન્ડિયા, ગ્રામાલયા, અપોલો ફાઉન્ડેશન, અમર જ્યોતિ યુવક સંઘ, MAMTA HIMC, બાલિપરા ફાઉન્ડેશન, જાગરણ અને ધ ગ્લોબલ ઇન્ટરફેઇથ WASH અલિયાન્સ (GIWA) દ્વારા સમર્થિત છે અને તેને ઇન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડ દ્વારા વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. 5 થી 15 વર્ષની ઉંમર વચ્ચેના બાળકો માટે ખુલ્લો મુકવામાં આવેલા આ ઓલિમ્પિયાડનો અનુભવ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને આરોગ્ય વચ્ચે રહેલો આંતરસંબંધ સમજવામાં મદદ કરીને તેમના સ્નેહીજનોને સુરક્ષિત રાખશે.

 

 

 

ડેટોલ હાઇજિન સ્કૂલ પ્રોગ્રામના સ્વતંત્ર મૂલ્યાંકનમાં સ્કૂલમાં ગેરહાજરીના પ્રમાણમાં 2020માં થયેલા 39% ઘટાડાની સામે 2021માં 57% ઘટાડો જોવા મળ્યો છે. વધુમાં, હાથ ધોવા અંગે બાળકોની જાણકારીમાં 61% સુધારો જોવા મળ્યો છે અને તેમના સ્વચ્છતા આચરણોમાં 62% વધારો જોવા મળ્યો છે. ડેટોલ હાઇજિન ઓલિમ્પિયાડ સ્વચ્છતા સંબંધિત સાક્ષરતા પૂરી પાડીને માતાપિતા, શિક્ષકો અને બાળકોની અંદર જાગૃતતા સર્જવામાં મદદ કરશે અને હાથ ધોવાની આદતોમાં વધુ સુધારો કરશે, જેના પરિણામ સ્વરૂપે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ગેરહાજરીના પ્રમાણમાં હજુ ઘટાડો થશે અને સ્વચ્છતા અનુકૂળ આદતોને પ્રોત્સાહન મળશે.

 

 

 

રેકિટ્ટ – દક્ષિણ એશિયાના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી ગૌરવ જૈને જણાવ્યું હતું કે, “અમારા હેતુલક્ષી કાર્યક્રમો અંતર્ગત કેન્દ્રિત હસ્તક્ષેપો મારફતે સ્વસ્થ વિશ્વનું નિર્માણ કરવાના પ્રયાસોમાં રેકિટ્ટ હંમેશા અગ્રેસર રહ્યું છે. ડેટોલ હાઇજિન ઓલિમ્પિયાડનો પ્રારંભ દીર્ધકાલીન રોકાણો મારફતે સમાજમાં સકારાત્મક પ્રભાવને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલું વધુ એક કદમ છે જે બાળકોની અંદર સ્વચ્છતા અનુકૂળ વર્તણૂંક વિકસાવવામાં મદદ કરશે.”

 

 

 

રેકિટ્ટ – દક્ષિણ એશિયાના બાહ્ય બાબતો અને ભાગીદારીના ડિરેક્ટર શ્રી રવી ભટનાગરે જણાવ્યું હતું કે, “અમે વધુ સારી સ્વચ્છતા આદતોની આધારશિલા ઉપર નિર્માણ પામેલા વધુ સ્વસ્થ વિશ્વનું સર્જન કરવા કરવા પ્રયત્નશીલ છીએ. ભારતના પ્રથમ અને સૌથી મોટા ડેટોલ હાઇજિન ઓલિમ્પિયાડ એક નવીન માળખું છે જે સારી વ્યક્તિગત સ્વચ્છતા વર્તણૂંક સ્વીકારવા માટે સમગ્ર ભારતભરના 24 મિલિયન બાળકોને સંવેદનશીલ બનાવીને ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયાને મદદ કરશે. આ ઓલિમ્પિયાડ થકી તે આપણાં વિશ્વના સમગ્રલક્ષી આરોગ્યમાં નોંધપાત્ર યોગદાન પ્રદાન કરશે.”

 

 

 

ઇન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડના ડિરેક્ટર શ્રીમતિ મધુમતિએ જણાવ્યું હતું કે, “આ ઓલિમ્પિયાડ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને શ્રેષ્ઠ જ્ઞાન ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે જે ક્ષેત્રમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે ક્ષેત્રને ઉજાગર કરે છે. અમે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અનુકૂળ વર્તણૂકો પ્રોત્સાહિત કરતી અને વધુ સ્વસ્થ ભવિષ્ય માટે યોગ્ય આદતો અનુસરવાની જરૂરિયાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં ભારતના પ્રથમ હાઇજિન ઓલિમ્પિયાડ શરૂ કરી રહેલા ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા ઝૂંબેશ સાથે ભાગીદારી કરતા આનંદ અનુભવીએ છીએ.”

 

 

 

રેકિટ્ટ ઇન્ડિયાની દેખરેખ હેઠળ ચાલી રહેલી ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા પહેલ અંતર્ગત ડેટોલ હાઇજિન ઓલિમ્પિયાડ “હાઇજિન ચેમ્પિયન્સ/લીડર્સ”ની ઓળખ કરશે જે સ્કૂલો અને જિલ્લાઓમાં સારી સ્વચ્છતા આદતો વિકસાવવાના હિમાયતી બનશે. આ ચેમ્પિયન્સને સ્કૂલોમાં ગેરહાજરીમાં ઘટાડો, બીમારીમાં ઘટાડો અને સ્વસ્થ અને ખુશ ઘરમાં રહેવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉકેલવા માટે તક આપવામાં આવશે. પરીક્ષાઓ 6 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે અને બાળકો દ્વારા ઑનલાઇન અથવા ઑફલાઇન આપી શકાશે. વિજેતાઓને 2 ઓક્ટોબર, 2022ના રોજ વ્યક્તિગત રીતે પુરસ્કૃત કરવામાં આવશે.

 

 

મહામારીએ સ્વચ્છતા આદતોને આરોગ્યની પર્યાય બનાવી દીધી છે, તેથી, યોગ્ય સ્વચ્છતા ટેવો અપનાવવા અને જાળવવાની બાબતે આપણા જીવનમાં સર્વોચ્ચ પ્રાથમિકતા ધારણ કરી લીધી છે. પોતાના પ્રારંભથી જ ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા ડેટોલ હાઇજિન અભ્યાસક્રમ કાર્યક્રમ મારફતે હાથ ધોવાના છ અત્યંત જરૂરી પ્રસંગો અંગે બાળકોમાં જાગૃતિનું સર્જન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં શૌચક્રિયા અને શૌચાલયના ઉપયોગ બાદ, ભોજન કરતાં, તૈયાર કરતાં અને પિરસતા પહેલા હાથ ધોવા, નવજાત/બાળકોને સ્તનપાન કરાવતાં પહેલા, નાના બાળકોને શૌચક્રિયા કરાવ્યાં પછી અને બીમારી દરમિયાન ઉધરસ / છિંક ખાધા પછી હોથ ધોવાનો સમાવેશ થાય છે. ડેટોલ હાઇજિન ઓલિમ્પિયાડ મનોરંજનપૂર્ણ રીતે સમગ્ર ભારતભરમાંથી બાળકોને પોતાની સાથે જોડશે જે તેમને તંદુરસ્ત ભવિષ્ય માટે તેમના રોજિંદા જીવનમાં યોગ્ય સ્વચ્છતા આદતો સમજવા અને અનુસરવા માટે પ્રેરણા પૂરી પાડશે.

 

 

 

વેબસાઇટની લિંક – https://dettolhygieneolympiad.com/

TejGujarati