સમ ….! – બીના પટેલ.

લાઇફ સ્ટાઇલ વિશેષ

ઊંચા આકાશથી લપસેલા શમણાં ,જોને કેટલાં છે ભીના …..
તારી કોરી આંખોને પૂછું ,કોના નડે છે તને સમ …!

શીતળ પવનના શ્વાસ આજ ,જોને ચાલે છે કેટલા ધીમા ….
બાથમાં ભરી વાદળને પૂછું ,તને કોના નડે છે સમ …!

લાગણી ઓગળી છે અહીં ,જોને રસ્તા છે કેટલાં ભીનાં ,
હોઠના હળવા સ્મિતને પૂછું ,તને કોના નડે છે સમ …!

ડાયરીમાંથી ડોકાય સૂકાં ફૂલ જોને ખર્યા કરે કેટલાં ધીમા ….
હઠીલી યાદોને પૂછું ,તને કેમ નડે નહીં કોઈના સમ …!

-બીના પટેલ

TejGujarati