ગાંધીનગર ખાતે ‘ગુરુવંદના મંચ’ દ્વારા આયોજીત પ્રથમ બ્રહર્ષિ સભાનું એક દિવસિય સત્ર મળ્યું

સમાચાર

 

આ સત્રમાં સર્વાનુમતે ગુજરાત રાજ્યમાં રાજસત્તાના સમાનાંતર ઘર્મ સત્તાનું ગઠન કરવામાં આવ્યું

 

ગુરુવંદના મંચના સપ્તર્ષિ પરિષદ અને રાજય પરિષદના સંતોની હાજરીમાં સ્વામીશ્રી કૃષ્ણાનંદજી માહારાજની મુખ્ય ધર્માચાર્ય, શ્રી મુદિતવદનાનંદજી માહારાજની નાયબ મુખ્ય ધર્માચાર્ય, શ્રી ગૌરાંગ શરણ દેવાચાર્યજીની અધ્યક્ષ, શ્રી શરદભાઇ વ્યાસની ઉપાધ્યક્ષ, મહંતશ્રી કસ્તુરદાસ બાપુની અનુશાસક(દંડક) અને સ્વામીશ્રી નિજાનંદજી માહારાજની પ્રખુખ શ્રી વિદ્યત પરિષદ તરીકે નિમણુંક

 

સપ્ટેમ્બર, 2022

 

આજ રોજ ગાંધીનગર મુકામે સિવિલ હોસ્પિટલ કેમ્પસના ઓડિટોરિયમ હોલમાં સેક્ટર-12 ખાતે ‘ગુરુવંદના મંચ’ દ્વારા આયોજીત પ્રથમ બ્રહર્ષિ સભાનું એક દિવસિય સત્ર મળ્યું હતું. જેમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ સર્વાનુમતે ગુજરાત રાજ્યમાં રાજસત્તાના સમાનાંતર ઘર્મ સત્તાનું ગઠન કરવામાં આવ્યું હતું, જે બંધારણ અંતર્ગત કાનુનના શાસન પ્રમાણે થયેલું છે.

 

બ્રહર્ષિ સભા કે જે વિધાનસભાના સમકક્ષ છે તેના દ્વારા ધર્માચાર્ય પરિષદની રચના કરવામાં આવી જે રાજસત્તાના મંત્રીમંડળની સમકક્ષ છે. ગુરુવંદના મંચના સપ્તર્ષિ પરિષદ અને રાજય પરિષદના સંતોની હાજરીમાં સ્વામીશ્રી કૃષ્ણાનંદજી માહારાજની મુખ્ય ધર્માચાર્ય, શ્રી મુદિતવદનાનંદજી માહારાજની નાયબ મુખ્ય ધર્માચાર્ય, શ્રી ગૌરાંગ શરણ દેવાચાર્યજીની અધ્યક્ષ, શ્રી શરદભાઇ વ્યાસની ઉપાધ્યક્ષ, મહંતશ્રી કસ્તુરદાસ બાપુની અનુશાસક(દંડક) અને સ્વામીશ્રી નિજાનંદજી માહારાજની પ્રખુખ શ્રી વિદ્યત પરિષદ તરીકે નિમણુંકો આખી સંપૂર્ણ વૈદિક વિધિથી શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ સાથે ધર્માચાર્ય પરિષદાના અન્ય 22 ધર્માચાર્યાઓએ પણ શપથ ગ્રહણ કર્યા.

 

આ સાથે ગુજરાત રાજ્યમાં રાજસત્તા સ્તરે ધર્મસત્તાનું પ્રસ્થાન થઇ ગયેલ છે. હવે પછી ધર્મસત્તાનું સંપૂર્ણ ધ્યાન ગુજરાત રાજ્યના 182 વિધાનસભા ક્ષેત્રો કે જેનો ગુરુવંદના મંચ બ્રહર્ષિ સભાક્ષેત્રો ગણીને તેમાં કેન્દ્રિત કરવામાં આવશે અને હિન્દુ સમાજમાં સાંપ્રદાયિક સમન્વય સાથે સામાજીક સમરસતા અને એકતા માટે પ્રચંડ પ્રયત્નો કરશે. આ ઉપરાંત સનાતન ધર્મ ઉપર વિદેશીમૂળના ધર્મો દ્વારા થઇ રહેલા પ્રહારોને નાકામિયાબ કરી એક પરાક્રમી હિન્દુ સમાજનું નિર્માણ થાય તેમજ જાહેર જીવન નૈતિક મુલ્યોની પ્રસ્થાપના થાય તેવા ભગીરથ પ્રયત્નો કરવામાં આવશે.

 

આ પ્રસંગે સ્વામી મુદિતવદનાનંદજી સરસ્વતીજી, સ્વામી શ્રી કૃષ્ણનંદજી મહારાજ, જગતગુરુસુર્યા ચાર્યજી દ્વારકા, શ્રી એસ.પી સ્વામી ગોંડલ તેમજ સ્વામિ ગૌરાંગશરણજી દેવચાર્ય દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે સપ્તર્ષિ પરિષદના પ્રમુખશ્રી પ.પૂ મહંતશ્રી કનીરામદાસજી મહારાજ, ૫.પૂ.આંતરરાષ્ટ્રિય અધ્યક્ષ મહત સ્વામીજી હરિહરાનંદજી ભારતી, પ પૂ મહંતશ્રી આત્માનંદ સરસ્વતીજી મહારાજ, પ.પૂ.મહામંડલેશ્વરશ્રી શિવરામ સાહેબ, પ.પૂ.શ્રી એસ.પી.સ્વામી, પ.પૂ.મહતશ્રી શાંતિગિરિજી, પ.પૂ. મહંતશ્રી કૃષ્ણાનંદજી, પ.પૂ.મહંતશ્રી વિજ્યદાસજી બાપુ. ૫ પૂ મહામંડલેશ્વરશ્રી મુળદાસબાપુ, પ.પૂ.મહામંડલેશ્વરશ્રી ગોરધનબાપા, પ. પૂ. ૧૦૮ મહંતશ્રી ક્ષિપ્રાગિરિ મહારાજ, મહામંડલેશ્વરશ્રી કેશવાનંદજી મહારાજ તેમજ રાજ્યપરિષદના પ્રમુખશ્રી મહામંડલેશ્વરશ્રી લલિત કિશોર શરણ, બ્રહ્મર્ષિ સાઁ અધ્યક્ષશ્રી ગૌરાંગશરણજી, સ્વામીજી નિજાનંદજીબાપુ, મહંતશ્રી મુદિવીવદનાનંદજી, મહંતશ્રી કસ્તુરબાપુ, મહામંડલેશ્વરશ્રી જીણારામજીબાપુ, જગદ્ગુરૂ સૂર્યાચાર્ય કૃષ્ણદેવજી મહારાજ તેમજ નામાકિંત કથાકારશ્રીઓ તેમજ રાષ્ટ્ર વંદના મંચના પ્રમુખશ્રી ડી.જી.વણજારા (પૂર્વ આઈ.પી. એસ) અને ઉપપ્રમુખ શ્રી એમ એ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહનું સંચાલન કથાકાર અને ગુરુ વંદના મંચના સંયોજક શ્રી રામેશ્વરબાપુ હરિયાણીએ કર્યું હતું.

 

 

TejGujarati