23 તોલા સોનાની ચરણ પાદુકા 28મી સપ્ટેમ્બરના રોજ માં અંબાને અર્પણ કરવામાં આવશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તનો ઘોડાપૂર ઉમટયું હતું.

માં અંબાજીની ભક્તિમાં લીન થયેલ ભક્તો દ્વારા ભાદરવા મહિનાની પૂનમનું અતિ મહત્વ છે. દેશ વિદેશમાંથી આવનાર અનેક પગપાળા સંઘ તેમજ વાહનો દ્વારા આવીને માના દર્શનનો ભક્તો લાભ લે છે. અમદાવાદમાં આવેલા જય ભોલે ગ્રુપ દ્વારા 23 તોલા સોનાની ચરણ પાદુકા 28મી સપ્ટેમ્બરના રોજ માં અંબાને અર્પણ કરવામાં આવશે. આ ચારણપાદુકાની કિંમત અંદાજિત 12 લાખ રૂપિયા છે. સાથે સાથે 52 ગજની ધજા અને એક શ્રી યંત્ર પણ 28 મી સપ્ટેમ્બર ના રોજ માને અર્પણ કરવામાં આવશે.

TejGujarati