યુનિટી હોલીડે રિસોર્ટમાં થયેલ ઘરફોડ ચોરીનો આરોપી ૨,૨૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપાયો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

 

એલ.સી.બી. નર્મદા પોલીસે અનડીટેક્ટ ઘરફોડ ચોરી ડીટેક્ટ કરી

રાજપીપળા, તા11

નર્મદા
પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને સૂચના અનુસાર નર્મદા
જીલ્લામાં બનતા મિલ્કત સબંધીગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટગુનાઓ ડીટેક્ટ કરવાની સુચના પગલે એ.એમ.પટેલ,
પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા એલ.સી.બી.
સ્ટાફના પોલીસ માણસો દ્વારા જીલ્લામાં બનતા મિલ્કતa
સબંધી ગુનાઓને ડીટેક્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે
તિલવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ યુનિટી
હોલીડે રિસોર્ટમાં ગત તા.૦૪/૦૮/૨૦૨૨ના રોજ રાત્રીના સમય દરમ્યાન કોઇ ચોર ઇસમે મોબાઇલ ફોન,
સોની તથા કેનનના બે કેમેરા લેન્સ સાથે તથા રોકડ રકમની ચોરી કરી હતી. જેની તિલકવાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.આ ગુનાની તપાસમાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. ટીમના પોલીસ સ્ટાફ
મારફતે ખાનગી બાતમીદારો અને ટેક્નીકલ સર્વેલન્સ આધારે આરોપીની ઓળખ થતા એલ.સી.બી. ટીમે વડોદરા ખાતેથી આરોપી પંકિલભાઇ ઉર્ફે આદિત્ય દેવીસીંગ રાઠવા (હાલ રહે. સી૭૬,વૃંદાવન પાર્ક સોસાયટી આજવા રોડ, વડોદરા મુળ રહે, કાતુ પો.ગીલીપીલી તા.ધોધંબા જી.પંચમહાલ)ને
ઝડપીલીધેલ. અને તેના કબજામાંથી સોની કંપનીનો કેમેરો તથા બે લેન્સ તથા બે બેટરી એક ચાર્જર તથા ત્રણ મેમરીતથા બેગ સહિત કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તેમજ એક કેનન કંપનીનો કેમેરો કાળા કલરની બેગ સહિતકિ.રૂ.૩૦,૦૦૦/- તથા એક આઇફોન કિ.રૂ.૪૦,૦૦૦/- તથા એક વિવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/-મળી આવતા આ તમામ મુદ્દામાલ કબજે કરી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપીએ જણાવેલકે, પોતે જંતુનાશક દવા છાંટવાનું કામ કરતા હોય અને વડોદરા ખાતેથી યુનિટી હોટલ ખાતે દવા છાંટવા
માટે અગાઉ આવેલ અને ત્યારબાદ બે દિવસ પછી રાત્રી દરમ્યાન તકનો લાભ લઇ તમામ
સામાનની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા તમામ મુદ્દામાલ રીકવર કરી આરોપી પંકિલભાઇ ઉર્ફે આદિત્ય
દેવીસીંગ રાઠવાની ધરપકડ કરી તિલકવાડા પોલીસે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

TejGujarati