એચ. એ. કોલેજમાં એન.એસ.એસ.નો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાઈ ગયો.

સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ.નો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સી.યુ શાહ કોલેજના પ્રિન્સીપાલ કરસન ચોથાણીએ કહ્યું હતુ કે એન.એસ.એસમાં જોડાવાથી જીવનમાં શિસ્ત અને સંસ્કારનું સીંચન થાય છે. આત્મવિશ્વાસ સાથે વક્તૃત્વ કળાના પાઠ શીખાય છે. સેવાકીય પ્રવૃત્તિઓ કરવાથી માનવીય મૂલ્યોની સમજણ સાથે જીવન ઉન્નત્ત બને છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આપણા ધર્મગ્રંથોમાં સેવા પરમો ધર્મ મનાય છે. સમાજમાં અનુરાગ સાથે બધાજ લોકો સાથે સાનુકુળતાથી જીવવાની ટ્રેઈનીંગ એન.એસ.એસ. ધ્વારા મળે છે. સત્ય બોલવું, ચોરી કરવી નહી, હિંસા કરીજ ના શકાય તથા શાંતી અને પ્રેમભર્યું વાતાવરણ સાથે જીવવાની રીત એન.એસ.એસ. ધ્વારા મળે છે. કોલેજના એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફીસર પ્રા.ચૌધરી તથા પ્રા.મેવાડાએ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કર્યું હતુ. કોલેજના લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓ એન.એસ.એસ.માં જોડાવાનું રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ.

TejGujarati