350 જેટલું અંતર કાપી શ્વાન અંબાજી પહોંચ્યું સંઘનો યુવાન તેની આજીવન તકેદારી રાખશે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સંજીવ રાજપૂત
અંબાજી
જંબુસર

350 જેટલું અંતર કાપી શ્વાન અંબાજી પહોંચ્યું સંઘનો યુવાન તેની આજીવન તકેદારી રાખશે.

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ભક્તો લાખોની સંખ્યમાં અંબાજી માં અંબાના દર્શને સંઘ સ્વરૂપે અને પગપાળા ચાલીને આવતા યાત્રાળુઓ આવતા હોય છે પરંતુ એક અબોલ પશુ પણ જ્યારે સંઘમાં અંબાજી ચાલીને આવે તે વાત નવાઈ પામે છે. જંબુસર થી એક સંઘ અંબાજી આવવા નીકળ્યો ત્યારે થોડી દૂર જ વડુ પાસે એક અબોલ શ્વાન આ સંઘમાં જોડાયું અને ચાલતા ચાલતા આશરે 350 કિલોમીટર અંતર કાપી અંબાજી પહોંચ્યું હતું. એક શ્વાનમાં અંબાજી પ્રત્યે શ્રદ્ધા જોતા આખા રસ્તા દરમ્યાન આ શ્વાનની દેખરેખ, જમવાનું તેને સાચવવાનું કાર્ય સંઘના યુવા ચિરાગ પટેલે સાંભળી હતી અને અંબાજી સુધી તેમની સાથે પહોંચ્યું હતું. સામાન્ય રીતે કોઈ પણ અજાણ પ્રાણી સાથે આવે તો અંબાજી બાદ તેને જ્યાં જવું હોય ત્યાં સ્વતંત્ર મૂકી દે છે પરંતુ ચિરાગ પટેલ દવારા તેની આ શ્રદ્ધા અને આસ્થા ને જોતા અંબાજી બાદ પણ જ્યાં સુધી તેમનો જીવ રહેશે જીવનના અંત સુધી આ શ્વાનની પુરેપુરી તકેદારી અને તેને સાચવવાનો દ્રઢ નિર્ણય કર્યો છે જે ખરેખર એક ઉદાહરણ રૂપ છે અને સરાહનીય છે.

બાઈટ: ચિરાગ પટેલ

TejGujarati