વતન ની માટી પુકારે. આંધ્રમાં રહેતા ગુજરાતીઓની વતન માટે અનેરી શ્રદ્ધા અને સેવા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

દાંતા-સતલાસણા રોડ
અંબાજી
સંજીવ રાજપૂત

વતન ની માટી પુકારે. આંધ્રમાં રહેતા ગુજરાતીઓની વતન માટે અનેરી શ્રદ્ધા અને સેવા.

ગુજરાતની ખમીરવંતી પ્રજા ગુજરાત બહાર વસવાટ કરે છે પરંતુ પોતાના વતન માટે કંઈક કરી છૂટવાની મનમાં જિજ્ઞાસા સદૈવ જોવા મળે છે. આવી જ એક અનોખી સેવા આંધ્રપ્રદેશમાં રહેતા ગુજરાતીઓ તરફથી જોવા મળી છે.

વતનની પોકાર પડે અને વતન સાંભળે તો કોને તેના માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા ન હોય. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહયો છે તયારે ગુજરાત બહાર વસતા ગુજરાતી લોકો ભક્તો માટે વિવિધ સેવા કેમ્પનું આયોજન કરી અનોખી સેવા પુરી પાડી રહ્યા છે. દાંતા થી આગળ સતલાસણા રોડ ઉપર ગુજરાત બહાર વસતા આંધ્ર પ્રદેશ ગુજરાતી સબમર્શિબલ મિત્રમંડળ સિકંદરાબાદ-તેલંગાણા દ્વારા છેલ્લા 19 વર્ષથી અંબાજી જતા માઇ ભક્તો માટે ગરમ ગરમ ઈડલી-સાંભર નો અનેરો કેમ્પ લગાવવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તો અહીં રોકાય છે અને ગરમ ગરમ ઇડલી સાંભરના પ્રસાદને ગ્રહણ કરે છે. આ ઉપરાંત મૈસુર ભજી, વડા અને મિનરલ વોટર પણ માઇ ભક્તોને પ્રસાદરૂપે વહેંચવામાં આવે છે. પોતાના વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે તમામ મિત્રો અને પરિવાર રાત દિવસ આ સેવા કાર્યમાં જોડાય છે અને સતત સેવા આપે છે. સબમસિબલ પંપના વ્યવસાયથી જોડાયેલ તમામ મિત્રો આ સેવા કાર્યમાં પૂર્ણ ફાળો આપે છે અને અંબાજી જતા માઇભક્તોની સેવા કરે છે. વતનથી દૂર રહેતા પણ પોતાના વતનની યાદ અને તેની માટીની સુગંધ ગુજરાતીમાં ન હોય તો તે ગુજરાતી ન કહેવાય. અગિયારસો કિલોમીટર દૂર રહીને પણ તેઓ છેલ્લા 19 વર્ષથી આ કેમ્પનું આયોજન કરી માઇભક્તોની સેવા કરી રહ્યા છે. આ છે મારું ગુજરાત જય જય ગરવી ગુજરાત.

બાઈટ; આયોજક

TejGujarati