જામનગર વાસીઓએ કુત્રિમ કુંડમાં કર્યું ગણેશ વિસર્જન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર
સંજીવ રાજપૂત

જામનગર વાસીઓએ કુત્રિમ કુંડમાં કર્યું ગણેશ વિસર્જન.

જામનગર મહાનગરપાલિકાના કુંડમાં જામનગર વાસીઓ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

જામનગરમાં ગણેશ વંદના અને અર્ચનાનું આયોજન અંતિમ ચરણમાં હોઈ, જામનગર મહાનગરપાલિકાના બંને કુંડમાં નિયમિતપણે ગજાનનની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં કુલ 1047 વિઘ્નહર્તા ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.રાજકોટ હાઇવે હાપા નજીક બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં છેલ્લા નવ દિવસ દરમિયાન કુલ 679 મૂર્તિઓનું વિસર્જન કરાયું છે અને હાપા માર્કેટિંગ યાર્ડ રાધિકા સ્કૂલ પાસે આવેલ બીજા નંબરના કુંડમાં કુલ 278 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે ગણેશ વિસર્જન જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ કુંડમાં અંતિમ દિન સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે જાહેર જનતાને વિનંતી છે કે આ કૃત્રિમ કુંડમાં જ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવું.

 

TejGujarati