ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહા કેમ્પનું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વિસનગર-ખેરાલુ
સંજીવ રાજપૂત

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહા કેમ્પનું આયોજન

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો છે અને ભક્તો ચાલતા માં અંબાના દર્શને જઇ રહ્યા છે. ભક્તોનું ઘોડાપુર તેમજ વિવિધ સંઘ સમૂહમાં અંબાજી તરફ આગેકૂચ કરી રહ્યા છે ત્યારે અંબાજી જતા માર્ગ પર ખેરાલુ પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહા સેવા કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ભક્તો માટે કઢી ખીચડી ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ ભક્તોના મનોરંજન માટે પણ માતાજીના સુંદર ભક્તિ ગીતોના સુર રેલાતા કલાકારો તેમના સ્વરે પીરસી રહ્યા છે. જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ, નીતિન બારોટ જેવા ગીત કલાકારો દ્વારા પણ ગીતો દ્વારા ભક્તિમય વાતાવરણ નો સંચાર કરવામાં આવ્યો હતો. ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે અને વિસામા ખાતે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે. ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાઓ સર્વે લોકો આ સેવામાં જોડાયા છે.

બાઈટ: ધવલસિંહ ઝાલા-પૂર્વ ધારાસભ્ય બાયડ

TejGujarati