લેજેન્ડ્સ લીગ ક્રિકેટ માટે ગુજરાત જાયન્ટ્સની ટીમમાં ક્રિસ ગેઈલનો સમાવેશ

રમત જગત સમાચાર

 

 

ગુજરાત જાયન્ટ્સની ટીમમાં વીરેન્દ્ર સેહવાગની સાથે હવે જમૈકા ઓલરાઉન્ડર ક્રિસ ગેઈલ જેવા સ્ટાર બેસ્ટમેન પણ જોવા મળશે

 

લેજેન્ડ્સ લીગ ક્રિકેટ 16 સપ્ટેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે

 

 

 

અદાણી સ્પોર્ટ્સલાઇનની ટીમ ગુજરાત જાયન્ટ્સે શનિવારે ટી -૨૦ના સ્ટાર ખેલાડી ક્રિસ ગેઇલનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. ગુજરાત જાયન્ટ્સની ટીમમાં વીરેન્દ્ર સેહવાગની સાથે હવે જમૈકા ઓલરાઉન્ડર ક્રિસ ગેઇલ જેવા સ્ટાર બેસ્ટમેન પણ જોવા મળશે. લેજેન્ડ્સ લીગ ક્રિકેટ 16 સપ્ટેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે.

 

લેજેન્ડ્સ લીગ ક્રિકેટના નિયમો અનુસાર દરેક ફ્રેન્ચાઈઝીને પોતાની ટીમોને ફાઇનલ કરવા માટે ત્રણ દિવસ છે. ગુજરાત જાયન્ટ્સે વર્ચ્યુઅલ ડ્રાફ્ટ મુજબ શુક્રવારે 15 દિગ્ગજ ખેલાડીઓને રૂપિયા 5,51,80,000માં ખરીદ્યા હતા. હવે પોતાની ટીમને ફાઇનલ કરવા માટે રૂપિયા 2,48,20,000 બાકી રહ્યા છે.

 

લેજેન્ડ્સ લીગ ક્રિકેટના કો- ફાઇન્ડર અને સીઈઓ રમણ રાહેજાએ કહ્યું કે, શુક્રવારના ડ્રાફ્ટ બાદ ગુજરાત જાયન્ટ્સે ટી-20ના સ્ટાર ખેલાડી ક્રિસ ગેઇલને રૂપિયા 8 કરોડમાં ખરીદ્યો છે. અમે ખુબ ખુશ છીએ કે ગેઇલ અદાણી સ્પોર્ટ્સલાઈન ટીમ તરફથી રમતા જોવા મળશે.

 

વેસ્ટઈન્ડિઝ ટીમ માત્ર ટી -૨૦માં જ સ્ટાર નહિ પણ અનેક રેકોર્ડ તેમના નામે છે. બેટિંગ- બોલિંગ તેમજ પોતાનાં અંદાજને કારણે દર્શકોમાં લોકપ્રિય પ્રિય બની છે.

ક્રિસ ગેઇલ સાથે પાર્થિવ પટેલ તેમજ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન બેટર લેન્ડલ સિમોન્સ પણ રમતા જોવા મળશે. શ્રીલંકાના મિસ્ત્રી સ્પિનર ​​અજંતા મેન્ડિસ અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને લેફ્ટ આર્મ સ્પિનર ​​ડેનિયલ વિટોરી સ્પિનમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવશે.જ્યારે મિશેલ મેકક્લેનાઘન પેસ બોલિંગમાં પોતાનો અંદાજ દેખાડશે.

 

ગુજરાત જાયન્ટ્સ ટીમ : વિરેન્દ્ર સેહવાગ (કેપ્ટન), પાર્થિવ પટેલ, ક્રિસ ગેઇલ, એલ્ટન ચિગુમ્બુરા, ક્રિસ ટ્રેમલેટ, રિચાર્ડ લેવી, ગ્રીમ સ્વાન ,જોગીન્દર શર્મા ,અશોક ડીંડા, ડેનિયલ વેટોરી, કેવિન ઓબ્રિયન, સ્ટુઅર્ટ બિન્ની , મિશેલ મેકક્લેનાઘન , લેન્ડલ સિમોન્સ, માનવીન્દર બિસ્લા તેમજ અજંતા મેન્ડિસ

TejGujarati