અમદાવાદ ખાતે નવી ડિલરશીપ સાથે નવીન શોરૂમનું ઉદ્ઘાટન

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત

અમદાવાદ ખાતે નવી ડિલરશીપ સાથે નવીન શોરૂમનું ઉદ્ઘાટન

અમદાવાદ ખાતે ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ડીલરશિપ સાથે તેમના ગ્રાહક સુધી પહોંચવા નવીન શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે અમદાવાદમાં નવી ડીલરશીપનું ઉદઘાટન કર્યું, જેથી ગ્રાહકોની સારી પહોંચ સુનિશ્ચિત કરી શકાય અને ગુજરાત પ્રદેશમાં વેચાણ અને સેવા નેટવર્કમાં વધારો કરી શકાય. સરખેજ-ગાંધીનગર હાઈવે, ગોતા પાસે સ્થિત આ નવું યુનિટ ટોયોટાની રાજ્યમાં 27મી ડીલરશિપ પણ છે. નવી અનાવરણ કરાયેલ ડીજે ટોયોટા ગ્રાહકોની 3એસ (સેલ્સ, સર્વિસ અને સ્પેર્સ) જરૂરિયાતોને પૂરી કરવા માટે વિશ્વ-સ્તરની સુવિધાઓથી સજ્જ હશે.

આ શોરૂમનું એસબીયુ વેસ્ટ ના ઉપપ્રમુખ બીપદ્મનાભ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ રાજ પ્રદિપ જોઈસર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.

ડીજે ટોયોટા એક નવી ડીલરશિપ ગ્રાહકોને શ્રેષ્ઠ વર્ગની સેવાઓ સાથે ગતિશીલ અનુભવ પ્રદાન કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. સારી રીતે પ્રશિક્ષિત પ્રોફેશનલ્સ અને સર્વિસ ટીમની આખી ટીમ ખાતરી કરશે કે દરેક ગ્રાહકને ટોયોટાની સાથે કાર ખરીદવાનો અને માલિકીનો અનુભવ સૌથી વધુ આનંદપ્રદ અને ઝંઝટ-મુક્તછે.

આ નવી ડીલરશીપની શરૂઆત સાથે ટોયોટા કિર્લોસ્કર મોટર પાસે હવે દેશભરમાં 354 ગ્રાહક સેવા પોઈન્ટ છે. ક્યૂડીઆર (ક્વોલિટી,ડ્યુરાબિલિટી અને રીલાએબિલિટી) ઉત્પાદનો અને મૂલ્યવર્ધિત સેવાઓની કંપનીની વર્ષોજૂની ફિલસૂફી પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ટોયોટાએ ઉદ્યોગમાં સૌથી વધુગ્રાહક જાળવી રાખવાની ખાતરી કરી છે. તેના “કસ્ટમર ફર્સ્ટ એપ્રોચ એન્ડ માસ હેપ્પીનેસ ટુ ઓલ” સાથે, ટોયોટાએ વિવિધ વાહન સેગમેન્ટમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરવા ઉપરાંત, મજબૂત અખિલ ભારતીયડીલર નેટવર્કની સાથે તેના વર્તમાન અને સંભવિત ગ્રાહકો સુધી અસરકારક રીતે પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

બાઈટ: સાથે જોડેલ છે

TejGujarati