નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 137 મીટરે નોંધાઈ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 137 મીટરે નોંધાઈ

નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 1.68મીટર દૂર

ડેમના 5 દરવાજા ખોલીને ડેમમાંથી 10,000 ક્યુસેક પાણીનર્મદા નદીમાં છોડાયું

રાજપીપલા, તા.

નર્મદા બંધના ઉપરવાસમાં આવેલ ઓમકારેશ્વર ડેમ અને વિદ્યુત મથકો માંથી છોડવામાં આવતા પાણીને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ફરી એકવાર વધવા જઈ રહી છે.આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 137 મીટરે નોંધાઈ હતી.
નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 1.68મીટર દૂર રહી ગઈ છે.

હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 1,01,566 ક્યુસેક નોંધાઈ છે જ્યારે હાલ ડેમના 5 દરવાજા ખોલીને ડેમમાંથી 10,000 ક્યુસેક પાણીનર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.
જયારે રીવરબેડ પાવરહાઉસમાંથી 42,943 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતાં કુલ નદીમાં પાણીની જાવક 52,943 ક્યુસેક નોંધાઈ છે.
હાલ નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા બન્નેમાંથી કરોડોની વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. હાલ વરસાદ બંધ હોવા છતાં પણ ઉપરવાસના ડેમોની પાણીની આવકને કારણે નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati