નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન સમારોહ યોજાયો

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા ખાતે
નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન સમારોહ યોજાયો

રાજ્યકક્ષાના
કૃષિ, ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રીમુકેશભાઇ પટેલની ઉપસ્થતિ મા
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા,તા5

તા.૫ મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ રાજપીપલા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો.

નર્મદા જિલ્લમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવાનો તેમજ નિવૃત્ત થયેલા પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના સારસ્વતોને તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લ કલેકટર શ્વેતા તેવતિયા, ધારીખેડા સુગરના ચેરમેન અને દૂધધારા ડેરી-ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ,સહિત શિક્ષણ જગતના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કર્મનિષ્ઠ શિક્ષકો દેશનું અને બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે. શિક્ષિત પેઢી દેશને પુરુ પાડવાનું કામ શિક્ષકો કરી રહ્યાં છે. વાલીઓએ માટી સ્વરૂપે શિક્ષકોને સોંપેલા બાળકનું કોડિંયુ બનાવી તેમાં શિક્ષણરૂપી જ્યોત પ્રગટાવવાનું ભાગીરથ કાર્ય શિક્ષકોએ કરવાનું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક શાળામાં દાખલ થતું બાળક તેના શિક્ષકને આજીવન યાદ કરે છે, ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો પાયાનું શિક્ષણ બાળકોને આપવામાં ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યાં છે. તેના કારણે જ આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણનું પ્રમાણ ખૂબ ઉચું આવ્યું છે અને તેમને લીધે જેના કારણે આજે ડ્રોપ આઉટ રેસિયો ઘટ્યો છે, જેનો સમગ્ર શ્રેય પ્રાથમિક શાળાના શિક્ષકોને જાય છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા અને નર્મદા સુગરના ચેરમેનઘનશ્યામભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કરી જિલ્લાના શિક્ષકોને બિરદાવ્યાં હતાં.

આ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના-૧, તાલુકા કક્ષાના-૩ શ્રેષ્ઠ શિક્ષકો, જિલ્લાના ૧૫ જેટલાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરાયા હતાં, જ્યારે ૪૦ જેટલા વયનિવૃત્ત થઇ રહેલા સારસ્વતઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી તેમને શુભેચ્છા પાઠવાઇ હતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati