અમદાવાદ સ્કૂલના બાળકો દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત

અમદાવાદ સ્કૂલના બાળકો દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી

શિક્ષક દિવસ નિમ્મીતે અમદાવાદના વાડજ ખાતે આવેલ નિમા સ્કૂલ ખાતે અનેરી ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદના નવાવાડજના ભીમજીપુરા સ્થિત નીમા વિદ્યાલય સંકુલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી અનોખી રીતે કરવામા આવી હતી. 5 સપ્ટેમ્બરનો દિવસ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસના તરીકે ઉજવવામાં આવે છે. નીમા વિદ્યાલય સંકુલના બાલકોને વિશેષ તાલીમ આપીને શાળાનો સમ્પૂર્ણ વહીવટ અને શિક્ષણ કાર્ય બાળકોને સોંપી દેવામા આવ્યો હતો. આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને પટાવાળા ને આજ રજા આપીને સમ્પૂર્ણ કામ વિદ્યાર્થિઓને જ આપી દેવામાં આવ્યુ હતું. બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે શિક્ષણ સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિઓ અત્યંત આવશ્યક છે. નવા વાડજ સ્થિત નીમા વિદ્યાલય સંકુલ પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપતું ગુજરાતના શિક્ષણ જગતમાં એક નામાંકિત નામ છે. જૂન મહિનાથી શાળા શરુ થાય ત્યારથી એપ્રિલ મહિનામાં વાર્ષિક પરીક્ષાઓ યોજાય ત્યાં સુધી દર મહિને નિરંતર વિવિધ પ્રવૃત્તિઓનું બાળકોને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવે છે. શાળાના આચાર્ય શ્રી સહદેવસિંહ સોનગરા સતત પ્રવૃત્તિઓ સાથે બાળકોને પ્રેરણા આપતા રહે છે. શિક્ષકોને તાલીમ આપે છે. વાલીઓને પણ માર્ગદર્શન આપતા રહે છે. દિવાળી અને ઊનાળાના વેકેશનમાં પણ શિક્ષકો, બાળકો અને વાલીઓ માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. શાળામાં નિયમિત આવતા બાળકોનું વિશેષ મહત્વ હોય છે. વર્ષ દરમિયાન એકપણ દિવસ ગેરહાજર ન રહે એવા સવાસો થી દોઢસો વિદ્યાર્થિઓ હોય છે. તેમને મોસ્ટ રેગ્યુલર સ્ટુડેંટ્સ ગણવામાં આવે છે અને તેમનું અભિવાદન કરવમાં આવે છે. વર્ષ દરમિયાન થતી મુખ્ય પ્રવૃત્તિઓમાં બાળકો સતત પ્રવૃત્તિમય રહે તે માટે દર અઠવાડિયે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહારના શિક્ષણવિદોને આમંત્રિત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ઊજવણી જાન્યુઆરીમાં પક્ષી બચાવો અભિયાન, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં બ્લડ ડોનેશન કેમ્પ દરવર્ષે કરવામાં આવે છે. દર વર્ષે સાતમી ડિસેમ્બરે ધ્વજદિન નિમિત્તે સૈનિકો માટે ફંડ એકઠું કરી સોલ્જર વેલફેર સોસાયટીમાં જમા કરવામાં આવે છે. આટલી બધી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ શાળાનું એસએસસી અને એચએસસી બોર્ડનું પરિણામ નિરંતર 90 ટકા ઊપર આવે છે. આજનો શિક્ષક દિવસ નીમા વિદ્યાલયના બાળકો દ્વારા અવિસ્મરણીય બનાવી દેવામાં આવ્યો છે.

બાઈટ: સહદેવસિંહ સોનાગરા

TejGujarati