ખેતી, ખેડૂત અને ગામડાના વિકાસની વાતઅંગે ચર્ચા માર્ગદર્શન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નમો કિસાનપંચાયત કાર્યક્રમ અંતર્ગત રાજપીપલા એપીએમસી ખાતે પ્રશિક્ષણવર્ગ યોજાયો

ખેતી, ખેડૂત અને ગામડાના
વિકાસની વાતઅંગે ચર્ચા માર્ગદર્શન

 

રાજપીપલા, તા 5

નમો કિસાનપંચાયત કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં
ખેતી, ખેડૂત અને ગામડાના
વિકાસની વાત થાય અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે પ્રદેશ કિસાન મોરચાદ્વારા ગુજરાતના
ગામડાઓમાં નમો કિસાન
પંચાયત કાર્યક્રમ થવાનો છે એઆયોજનના ભાગરૂપે APMC રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના વક્તા પ્રશિક્ષણવર્ગનું આયોજન થયું. આ પ્રસંગે જિલ્લા ભાજપા અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ, કિસાન મોરચા પ્રદેશ મંત્રીઆશિષભાઈ દેસાઈ, નર્મદા જિલ્લા કિસાન મોરચા પ્રમુખ નિકુંજભાઈ પટેલ, નવસારી જિલ્લા કિસાન મોરચા
પ્રમુખ દિપકભાઈ દેસાઈ , ભરૂચ જિલ્લા કિસાન મોરચામહામંત્રી નિપુલભાઈ પટેલ , વક્તાઓ તથા નર્મદાજિલ્લા કિસાન મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા. આપ્રશિક્ષણ વર્ગમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તસવીર : દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati