કોરોના પછી લોકો ઘરોમાં ગણપતિની સ્થાપના કરવાની સંખ્યા વધી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપળામાં 100 થી વધુ નાનાનાના ઘરે બેસાડેલા ગણપતિનું વિસર્જન

ટેમ્પા, લારી,સ્કૂટર પર નાના ગણપતિમૂર્તિઓનું વાજતે ગાજતે કરજણ નદીમાં વિસર્જન કરાયું

કોરોના પછી લોકો ઘરોમાં ગણપતિની સ્થાપના કરવાની સંખ્યા વધી

રાજપીપળા, તા 5

નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે રંગે ચંગે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયા પછી હવે છુટા છવાયા રાજપીપળામાં ગણેશ વિસર્જન શરૂ થયા છે
જેમા સૌથી પહેલા રાજપીપળા અને આજુબાજુના ગામોમાં અને ઘરોમાં સ્થાપેલા નાના નાના 100 થી વધુ ગણપતિઓનું આજે રાજપીપળા ખાતે કરજણ નદીમાં મારે હૈયે વિસર્જન કરાયું હતું.


રાજપીપલા ખાતે વાજતે ગાજતે નાના ટેમ્પા લારીઓ સ્કૂટર તથા કારમાં અન્ય વાહનોમાં ગણપતિ બાપ્પા મોરિયા પુડચ્યા વરસી લવકર યા ના નારા સાથે કરજણ નદીએ છેલ્લી ભક્તિ ભાવપૂર્વક આરતી કરી વિસર્જન કરાયું હતું.
આજથી દરરોજ છુટા છવાયા નાના-મોટા ગણપતિ વિસર્જન શરૂ કરાયું છે

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પછી લોકોમાં ગણેશજી પ્રત્યેની તેની શ્રદ્ધા વધી છે. અને લોકો ઘરે જ ગણપતિની સ્થાપના કરતા જોવા મળ્યા હતા.કેટલાકની માટીની મૂર્તિ હોવાથી ઘરે જ ડોલમાં ગણેશજીની વિસર્જન કર્યું હતું. તો કેટલાકે કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું
રાજપીપળા નગરપાલિકા દ્વારાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ડ્રમનો તરાપો બનાવી ગણેશ મૂર્તિઓનો વિસર્જન કરવામાં આવી રહ્યું છે

તસવીર :દીપક જગતાપ રાજપીપલા

TejGujarati