*અંબાજી ભાદરવી પૂનમ મેળા 2022 ની વ્યવસ્થાની વિગત

આંતરરાષ્ટ્રીય ગુજરાત

*અંબાજી ભાદરવી પૂનમ મેળા 2022 :*

બનાસકાંઠા પોલીસ દ્વારા 500 થી વધારે પોઇન્ટ પર આશરે 5000 પોલીસ/ SRP/ HG/GRD ના જવાનો તૈનાત કરવામાં આવ્યા.
– 50 જેટલા મોબાઈલ પેટ્રોલિંગ રુટ ઉપર 24*7 પોલીસ વાન , મોટરસાયકલ , ઘોડેસવાર દ્વારા ચાંપતી નજર રખાશે..
– 325 થી વધારે CCTV કેમેરા અને 10 જેટલા PTZ કેમેરા ને FRS ( facial recognition system ) સાથે જોડી તમામ અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રખાશે. આ ઉપરાંત 48 બોડી વોર્ન કેમેરા , 35 વિડિઓ ગ્રાફર , 4 ડ્રોન કેમેરા , 13 વૉચ ટાવર અને 10 BDDS ટીમ દ્વારા પણ ચાંપતિ નજર રાખવામાં આવશે.
– આ વખતે પ્રથમ વખત બનાસકાંઠા પોલીસ દ્વારા 48 જેટલા પોલીસ સહાયતા કેદ્રો ઉભા કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ માઇ ભક્ત ને કોઈ પણ સમયે તત્કાલ મદદ કરી શકાય.
– અંબાજી ની તરફ આવતા રસ્તાઓ ઉપર આ વખતે 22 જેટલા વાહન પાર્કિંગ પ્લોટ બનાવામાં આવ્યા છે અને ત્યાં પોલીસ ની 24*7 હાજરી રહેશે જેથી કોઈ ને પણ તકલીફ ના પડે.
– અંબાજી મંદિર માં આવતી તમામ વસ્તુ ને બેગેજ સ્કેનર દ્વારા ચેક કરી ને બાદજ અંદર લાવી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

– 51 શક્તિ પીઠ શર્કલ થી ગબ્બર શર્કલ સુધી નો રસ્તો ” નો વેહિકલ ઝોને ” તરીકે રાખવામાં આવેલ છે જેથી શ્રદ્ધાળુઓ ને શાંતિ થી દર્શન કરવામાં મુશ્કેલી ના પડે અને કોઈ જગ્યા પાર ભીડ ના થાઈ.
– ગબ્બર પર્વત પર અને તેની ફરતે પ્રદક્ષીણા પાથ ઉપર , લાઈટ એન્ડ સાઉન્ડ શૉ ઉપર પણ પોલિસ પોઇન્ટ મુકવામાં આવ્યા.
– દરેક નદી નાળા , ઝરણાં ઉપર પણ પોલીસ ટીમો સ્થાનિક તરવૈયા સાથે તૈનાત કરવામાં આવી.
– જંગલ ના નાના રસ્તાઓ ઉપર ઘોડે સવારો ની એક અલગ થી ટીમ રહેશે.
– મહિલાઓ ની સુરક્ષા માટે ખાસ 7 જેટલી SHE ટીમ ખાનગી કપડામાં માં રહી નજર રાખશે.
– પોલીસ દ્વારા કૉમ્યૂનિકેશન માટે વિશેષ પ્લાન બનાવાયો છે જેમાં ગબ્બર પર્વત ઉપર રિપીટર સ્ટેશન મારફત એક અલગ જ રેડિયો ચેનલ મારફતે 252 વોકી ટોકી સેટ અને 18 સ્ટેટિક સેટ ને મુખ્ય કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવેલ છે.
– આ ઉપરાંત કોઈ પણ મદદ માટે અંબાજી ખાતેજ DIAL 100 એકટીવેંટ કરવામાં આવેલ છે.
– મંદિર ખાતે દર્શન માટે આવવા માટે શક્તિ દ્વાર અને બહાર જવા માટે ગેટ ન. : 7 , 8, 9 રાખવામાં આવેલ છે. તથા આકસ્મિક માટે ગેટ ન . 5 અને 6 રાખવામાં આવેલ છે.
– પદયાત્રીઓ અને ભાદરવી પુનમીયા સંઘો શાંતિ થી ચાલી શકે અને અકસ્માત ની સંભાવના નિવારી શકાય તે માટે અંબાજી તરફ જતા રસ્તાની ડાબી લેન માત્ર તેમના માટે જ સુરક્ષિત રહેશે , જયારે બાકીના વાહનો રસ્તાની જમણી તરફ ચાલી શકશે તેવું આયોજન કરવામાં આવેલ છે. અને સાથે સાથે તમામ સેવા સંઘો પણ રસ્તાની ડાબી તરફ જ રાખવામાં આવેલ છે જેથી કોઈ pan પદયાત્રી ને રોડ ક્રોસ કરવાની જરૂર પડશે નહિ.
– નાના બાળકો ઘણી વાર પોતાના પરિવાર થી ભૂલા પડતા હોઈ છે તો તેમને જલ્દી થી મેળવી શકાય તે માટે તમામ બાળકો ને RFID tag વાળો card આપવામાં આવશે.

– બનાસકાંઠા પોલીસ તમામ માઇ ભક્તો અને લોકો ની મદદ માટે 24*7 હાજર છે.

*જય અંબે*

TejGujarati