કરજણ નદી પર પ્રોટેક્શન વોલ બનાવવાનોતથા નગરપાલિકાના ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મુદ્દો ઉછળ્યો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લા સંકલનબેઠકમાં
કરજણ નદી પર પ્રોટેક્શન વોલ બનાવવાનોતથા
નગરપાલિકાના ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મુદ્દો ઉછળ્યો

રાજપીપલા, તા.

ગુજરાતના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીપૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમા
રાજપીપલા ખાતે મળેલ જિલ્લા સંકલન બેઠકમાં નગરના વિવિધ મહત્વના પ્રાણ પ્રશ્નોના ઝડપી ઉકેલમાટે ચર્ચા થઈ હતી જેમાં કરજણ નદી પર પ્રોટેક્શન વોલ બનાવવાનોતથા
નગરપાલિકાના ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મુદ્દો ખાસ ઉછળ્યો હતો.

નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા પ્રસાશન-ટીમ નર્મદા અને જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસકીય કામો અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠકમાં થયેલ ચર્ચા મુજબના તમામ કામો સપ્ટેમ્બર-૨૦૨૨ ના અંત સુધીમાં સત્વરે હાથ ધરીને કાર્યાન્વિત થવાની સાથે ઝડપથી નિયત સમયાવધિમાં પૂર્ણ થાય તે જોવાની પણ તેમણે તાકીદ કરી હતી.

જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સંકલન બેઠકમાં કરજણ નદી પર પ્રોટેક્શન વોલ બનાવવા, સુજલામ સુફલામ યોજના તેમજ નલ સે જલ યોજના, રાજપીપલા શહેર ખાતે DGVCL દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવા, રાજપીપલા નગરપાલિકાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જિલ્લામાં બાકી વિજ કનેક્શન/ટ્રાન્સફોર્મરની ઉપલબ્ધિ, રાજપીપલા ખાતે અન્ય નવીન સરકિટ હાઉસના બાંધકામ, રાજપીપલા શહેર બાયપાસ રોડ બનાવવા અને નર્મદા જિલ્લાનાં ૭૫ અમૃત સરોવર નિર્માણ વગેરે જેવી બાબતોની દિશામાં જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી. તદ્ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રની કેટલીક સુવિધાઓ અંગે જરૂરી વિચાર વિમર્શ કરાયો હતો.

જેમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યામભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા સહિત અધિકારીઑ હાજર રહ્યા હતા

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati