વિવિધ થીમ અને ડેકોરેશન સાથે સજાવેલા ગણપતિ દર્શન કરવા ઉમટતા લોકટોળા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા મા વિવિધ થીમ અને ડેકોરેશન સાથે સજાવેલા ગણપતિ દર્શન કરવા ઉમટતા લોકટોળા
રાજપીપલા નગરમાં 100 થી વધુ નાનું મોટી મૂર્તિઓ ની સ્થાપના

કોરોનાના બે વર્ષ પછી
ગણેશ મહોત્સવ માં આવ્યો રંગ

રાજપીપળા:તા 3

સંસ્કાર નગરીરાજપીપળા ખાતે રંગે ચંગે ગણેશ મહોત્સવ નો પ્રારંભ થયો છે.કોરોના બાદ બે વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવી ના શકનારા આયોજકોમાં
ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની પરવાનગી મળતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજપીપળામાં 100 થી વધુ નાની મોટી ગણેશ મૂર્તિઓની વિધિવત ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક સ્થાપના કરવામાં આવીછે. જેમાં વિવિધ થીમ અને મેસેજસાથે તેમજ માટીની ઇકો ફ્રેન્ડલીમાટીની મૂર્તિઓનું સુંદર ડેકોરેશન જોવા મળે છે. જેનાં દર્શને સાંજે લોકોના લોક ટોળા ઉમટી રહ્યા છે


જેમાં સૌથી વધુ આકર્ષણ
રાજપીપળાના નવા ફળિયાના ગણેશ મહોત્સવ
50માં વર્ષે પ્રવેશ કર્યો છે.નવાફળિયાના ગણેશ આયોજકોએ સૌથી ઊંચી અને માટીની મૂર્તિની સ્થાપના કરી છે. માટીની મૂર્તિ બહારથી લાવવી મુશ્કેલ હોવાથી આયોજકો એ કલકત્તા થી ખાસ કારીગરોને બોલાવીને માટીની મૂર્તિ તૈયાર કરી છે. સતત 50 વર્ષથી વિવિધ ટીમ અને ડેકોરેશન તૈયાર કરતી ગણેશમૂર્તિના દર્શન કરવા લોક ટોળા ઉમટી રહ્યા છે.
તો બીજી તરફનવા ફળીયા માછી યુવક મંડળ, રાજપીપલાના આયોજકો ના ગણેશ દર્શનદર વર્ષે કોઈ ચોક્કસ થીમ અને મેસેજ સાથે ખાસ કરીને રાષ્ટ્રીય મેસેજ આપતાહોય છે
આ વર્ષે ગણેશ ડેકોરેશન લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ વખતે આયોજકોએ અન્નનો બગાડ અટકાવવાના મેસજ સાથે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ની સ્થાપના કરી છે. જેમાં દેશભરમાં અન્નનો ખૂબ બગાડ થઈ રહ્યો છે તેનો મેસેજ આપી અન્નનો બગાડ ન કરવા તેમજ તેનાથી થતા નુકસાન અંગેની સુંદર તસવીરો પણ મૂકી છે.જે લોક આકર્ષણનો કેન્દ્ર બન્યુ છે.

જયારે પ્રોફેશર કોલોની આદિવાસી વાડી પાસેના શિવશેના યુવક મંડળ, રાજપીપલા ના આયોજકો એ ભગવાન શ્રી રામઅવતાર સ્વરૂપના ગણેશ મૂર્તિની સ્થાપના કરી છે જેમાં જાતિવાદને જાકારો આપી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી વાલ્મિકી સમાજના આગેવાનો ના હસ્તે ગણેશ સ્થપના કરી આરતી પૂજન કરાવી સુંદર મૅસેજ આપ્યો હતો.
જ્યારે બીજી તરફ
ભાટવાડા હોળી ચકલા, રાજપીપલાના દોરાની રિલના ગણપતિ સાથે 500થી વધુ બાધાના ગણપતિ દર્શન જોવાલોક ટોળાં ઉમટી રહ્યા છે.એ ઉપરાંત એકતા યુવક મંડળ,વિશાવગા, ભોઈવાડ, રાજપીપલાના સફેદ રણમા ઊંટ પર ગણેશજીની સવારી જોવા લોકો ઉમટી રહ્યા છે.મીત ગ્રુપ, રાજપીપલા (શિવ તાંડવ)કરતા ગણેશ દર્શન ઉપરાંતસોનિવાડ, પોસ્ટ ઓફિસ દરબાર રોડ, ચોર્યાસીની વાડી પાસે, રજપૂત ફળીયા રાજપીપલા,તથા કાછીયાવાડ, રાજપીપલા ના માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશ,જુનાકોટ, રાજપીપલા (મયુરાશન પર આરુઢ શ્રીજી દર્શનેતથા
નાગરિક બેંક પાસે, રાજપીપલા (ત્રણ ઘોડાપર આરુઢ શ્રીજી દર્શને
પણ લોકો ઉમટે છે.તો બાળ યુવક મંડળ, કુંભારવાડા, રાણાવાસ (કેદારનાથ ભગવાન સાથે ગણેશ દર્શન)નું અનોખું આકર્ષણ ઉમેરાયું છે.આમ રાજપીપલા ગણેશમય બન્યું છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati