નાના ભૂલકાઓએ કરી કમાલ. ફાળો ઉઘરાવી ગણેશ ઉત્સવ મનાવ્યો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સંજીવ રાજપૂત
જામનગર

નાના ભૂલકાઓએ કરી કમાલ. ફાળો ઉઘરાવી ગણેશ ઉત્સવ મનાવ્યો.

 

ભારતનું ભવિષ્ય ગણાતા બાળકો ધારે તો શું ન કરી શકે જામનગર ખાતે પણ નાના બાળકોએ કમાલ કરી છે અને તેને જોઈ મોટા લોકો પણ મોમાં આંગળા નાખી ગયા.

દેશભરમાં ગણેશ મહોત્સવની ધૂમ ચાલી રહી છે ઠેર ઠેર વિવિધ રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની વિવિધ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે

વાત કરીએ તો જામનગરના સત્યસાઈ નગર ખાતે આવેલ મહાદેવ ચોકના નાના ભૂલકા બાળકોએ સોસાયટીના ઘરોમાંથી ફાળો એકત્ર કરી માટીના ગણેશ સ્થાપન કરી ગણેશ ઉત્સવની ઉજવણી દ્વારા મોટાઓ માટે અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સત્યસાઈના આ નાના બાળકોએ ઘેર ઘેર ફરી 6 હજારનો ફાળો એકત્ર કરી ત્રણ હજારની કિંમતની પીઓપી ની નહીં પરંતુ માટીની ગણેશની મૂર્તિ લાવી સ્થાપન કર્યું અને 5 દિવસ રોજ સવારે અને સાંજે સુધી પૂજા અર્ચના અને આરતી કરી પ્રસાદ વહેંચવામાં આવ્યો. બાળકોના આ કાર્યને જોતા સોસાયટીના વડીલો અને બહેનો પણ મદદે અને આ ઉત્સવમાં જોડાયા અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું.

આ તકે શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટી તેમજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા આવા નાના બાળકોના કાર્યને બિરદાવતા ઉત્સાહ વધારવા તેમનું ભારત માતાની પ્રતિમા અને વિવેકાનંદજી ના જીવન માં ઉપદેશો નું પુસ્તક આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોના સન્માન માટે શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પ્રચાર પ્રમુખના હેમાંશુભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા.

બાઈટ: સોસાયટીના રહીશો

TejGujarati