કેવડિયા નું વોટર એરોદ્રામ શોભાના ગાંઠિયા સમાન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેવડિયા અમદાવાદ સી પ્લેન સેવાબે વર્ષથી બંધ કેમ છે?

કેવડિયા નું વોટર એરોદ્રામ શોભાના ગાંઠિયા સમાન

વોટર એરોડ્રામ પરથી સી પ્લેન નથી ઉડતું પણ બોટમા બેસી પ્રવાસીઓ બોટિંગ કરી રહ્યા છે.

ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીની વોટર એરોડ્રામની મુલાકાત કેટલી સૂચક?

પુનઃ ક્યારે ચાલુ થશે તેનોકોઈ ખુલાશો નહીં!

રાજપીપલા,તા.

કેવડિયા અમદાવાદ સી પ્લેન સેવાબે વર્ષથી બંધ કેમ છે?એ સવાલ પ્રવાસીઓ પૂછી રહ્યા છે પણ એ ફરી ક્યારે ચાલુ થશે એનો કોઈની પાસે જવાબ નથી.કેવડિયા નું વોટર એરોડ્રામ હાલ તો શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયું છે. હાલ તો
વોટર એરોડ્રામ પરથી સી પ્લેન નથી ઉડતું પણ બોટમા બેસીને પ્રવાસીઓને બોટિંગ કરાવાઈ રહ્યું છે.

જોકે હમણાં બે દિવસ પહેલા ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ વોટર એરોડ્રામની મુલાકાત લીધી હતી પણસી પ્લેન સેવા પુનઃ ક્યારે ચાલુ થશે તેનોકોઈ ખુલાશો થઈ શક્યો નથી.
મંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર (કેવડીયા) ખાતે આગામી દિવસોમાં અનેક પ્રવાસીઓનો અહીંયા વધારો થવાનો છે. સાથે સાથે આ એરોડ્રામના વિકાસ અને જેટી બનાવવાના વિષય સંદર્ભે સ્થળ નિરીક્ષણ કરીને અહીં એક સારું પ્લેટફોર્મ તૈયાર થાય તેવોછે
પ્રાપ્ત માહિતી અનુસાર એ માટે 10લાખના ખર્ચે મોનીટરીંગ સ્ટેશન બન્ને બાજુ બનાવવાનું આયોજન છે

છેલ્લા બે વર્ષથી બંધ પડેલી સી પ્લેનસેવા શરૂ કરવા વધુ 10લાખનું આંધણ કરવાની નોબત કેમ આવી! તે અંગે પુનઃ
અનેક સવાલો ઉઠી રહ્યા છેપ્લેનના માર્ગમાં
આવતા અવરોધો પર નજર રાખવા માટે10 લાખના ખર્ચે એલિવેટેડ કેબિનબનાવવામાં આવશે.
આ સર્વિસને ફરી શરું કરતા પહેલા તેના બંનેતરફના એરોડ્રોમ પર એરક્રાફ્ટમોનિટરિંગ સ્ટેશન બનાવાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર સાબરમતી રિવરફ્રન્ટથી
કેવડિયા ખાતે સ્ટેટ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેનસેવા શરું કરવામાં આવી હતી.હાલ કામચલાઉ ધોરણે બંધ
કરવામાં આવેલી આ સર્વિસનેફરી શરું કરતા પહેલા તેના બંનેતરફના એરોડ્રોમ પરએરક્રાફ્ટમોનિટરિંગ સ્ટેશન બનાવવામાં
આવશે. ગુજરાતના નાગરિકઉડ્ડયન વિભાગ દ્વારા રિવરફ્રન્ટ
પર હાલના વોટર એરોડ્રોમ
ઓપરેશન સેન્ટરની ઉપર
એક વધારાનું શેડ બનાવામાંઆવશે.જેથી ફ્લાઈટના ટેકઓફઅને લેન્ડિંગમાં સરળતા રહે.
સૂતત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સી પ્લેનસેવા હાલમાં સ્થગિત છે.એક અધિકારીએ કહ્યુંહતું કેસી પ્લેનનું સંચાલન વિજ્યુઅલફ્લાઇટ રૂલ્સ પર આધારિત છે.
તેનો સીધો અર્થ એ થાય છે કે વિમાનતેને ચલાવનાર પાયલોટ ને સ્પષ્ટ દેખાયતેવી હવામાનહોવું જોઈએ. વાદળો, વરસાદ,ધુમ્મસ, લો વિઝિબિલિટી અને
પ્રતિકૂળ હવામાન દરમિયાન
આ સેવામાં અવરોધ ઉભા થાયછે. વોટર એરોડ્રોમમાં પહેલેથીજ હવામાન મોનિટર, બિકન,લેન્ડિંગ-ટી અને વિન્ડસોકથીસજ્જ એરક્રાફ્ટ મોનિટરિંગસ્ટેશન છે. જો કે, હાલમાં જે
ઊંચાઈ પર છે તે પક્ષીઓનીહિલચાલ પર નજર રાખવામાટે યોગ્ય નથી. તેથી આ જ
સ્થળે ઉપર પ્લેનના માર્ગમાં
આવતા અવરોધો પર નજરરાખવા માટે એલિવેટેડ કેબિન
બનાવવામાં આવશે. તેના માટે૧૦ લાખ રૂપિયાના રોકાણનીજરૂર પડશે. નવા સ્ટેશનનાનિર્માણ માટે તાજેતરમાં
ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને રસ ધરાવતીપાર્ટીને આમંત્રિત કરવામાં આવી હતી. અમદાવાદના
સરદાર વલ્લભભાઇ
પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ
પર એર ટ્રાફિક કંટ્રોલર તરફથીકોમ્યુનિકેશન્સ, નેવિગેશનએન્ડ સર્વેલન્સ સિસ્ટમ્સ અને
સંબંધિત મોનિટરિંગ ચાલુ રહેશે.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છૅ કે સી પ્લેન શરૂ કરવા માટે ભવિષ્યમાં આવી અનેક ટેક્નિકલ મુશ્કેલીઓ આવનાર છૅ તો પછી સી પ્લેન સેવા વડાપ્રધાનદ્વારા ઉદ્ઘાટન કરવાની ઉતાવળ કેમ કરવી પડી? ખરેખર તો સી પ્લેન સેવા શરૂ કરતા પહેલા આ બધી ટેક્નિકલ બાબતોનો વિચાર કર્યા પછી જ કેમ શરૂ ન કરી? ઉતાવળે આંબા પાકે નહીં છતાં ઉદ્ઘાટનની ઉતાવળ મા પ્રોજેક્ટ શરૂ તો કરી દીધો પણ થોડાક સમયમાં સીપ્લેન સેવા ખોટકાઈ ગઈ અને માલદિવ રીપેર કરવાના બહાને સી પ્લેન ગયા પછી આજદિન સુધી પાછુ આવ્યું જ નહીં.
છેલ્લે સી-પ્લેન ૮ એપ્રિલ-
૨૦૨૧ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતુંવારંવાર મેઇન્ટેનન્સ બાદ છેલ્લે
સી-પ્લેન ૮ એપ્રિલ-૨૦૨૧ના
રોજ અમદાવાદથી કેવડિયાઆવ્યું હતું. ત્યાર બાદ ૧૭એપ્રિલ ૨૦૨૧ના રોજ સી-પ્લેન અમદાવાદથી માલદિવ્સ
ગયું તે હજી પરત આવ્યું જનથી. કોરોના કાળમાં સેવા બંધથઇ તે ફરી ચાલુ થઇ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સી પ્લેન પાણીમાં સતત ઉડાન ભરતુ હોવાથી દર સપ્તાહે તેનું પ્રાથમિક મેન્ટેનન્સ જરુરી છે. જ્યારેમહિનામાં એકવાર સંપૂર્ણ એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. જેના માટે આ એરક્રાફટ માલદીવ મોકલવુ પડતુહતુ.
હવે પુનઃ શરૂ કરવા આવેલી મુશ્કેલીઓ દૂર કરવા હવે બીજા 10લાખ નું આંધણ કરવાની નોબત આવી છૅ.
પ્રવાસીઓને આકર્ષવાની લ્હાયમાં ઉતાવળે શરૂ કરેલી ક્રુઝ બોટ સેવા, હેલીકૉપટર સેવા બંધ પડી છૅ.

વધુમાં ૫૦ વર્ષ જૂનું સી પ્લેન રિપેરકરીને ચલાવવામાં આવતું હતું.ગત એપ્રિલ
મહિનાના પ્રથમ વીકમાં છેલ્લેસી-પ્લેને ઉડાન ભરી હતી,ત્યાર બાદ માલદિવ્સ મેન્ટેનન્સ માટે ગયું હતું જે હજી સુધી હજુ પરત ફર્યું
નથી, તોસવાલ એમ થાય છૅ કે પ્રવાસીઓ માટે 50વર્ષ જૂનું સી પ્લેન કેમ મુકાયું? નવું કેમ મુકાયું નહીં?
હવે જયારે સી પ્લેન સેવા પુનઃ જયારે પણ શરૂ થાય ત્યારે તમામ ટેક્નિકલ પાસાઓનોસંપૂર્ણ વિચાર કર્યા પછી જ કાયમી ધોરણે શરૂ કરે એવીપ્રવાસીઓની માંગ ઉઠી છે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati