જૂની પેંશન યોજના સાથે અન્ય પડતર પ્રશ્ન ના વિરોધમા રાજપીપળા ખાતે શિક્ષકોની વિશાળ જંગી રેલી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

 

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA
…………………………….

જૂની પેંશન યોજના સાથે અન્ય પડતર પ્રશ્ન ના વિરોધમા રાજપીપળા ખાતે શિક્ષકોની વિશાળ જંગી રેલી

સૂત્રોચ્ચાર બેનરો સાથે જિલ્લા કલેકટરને આપ્યું આવેદન પત્ર

જુની પેન્શન યોજના અને સાતમા પગાર પંચ તેમજ 16 જેટલા મુદ્દાઓની માંગ કરતા શિક્ષકો

રાજપીપલા:

“ગુજરાત રાજ્ય
સયુંકત કર્મચારી મોરચો” અને “ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ” સાથે તમામ
માન્ય મંડળો ના આદેશ અને આહવાન થી
આજ રોજ જૂની પેન્શન યોજના ચાલુ કરવા સાથે અન્ય પ્રશ્ન માટે કલેકટરને આવેદન આપવામાટે નર્મદાના પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો મોટી સંખ્યામા રેલીમા જોડાયા હતા. રેલીમાં શિક્ષકોએ પોસ્ટરો, બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે જંગી રેલી કાઢી શિક્ષકોએ શક્તિ પ્રદર્શન કરી તેમની એકતાનો પરચો બતાવ્યો હતો. અડધો કિમિ લાંબી રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ અંગે શિક્ષક સંઘપ્રમુખ સુરેશ ભાઈ ભગતે જણાવ્યું હતું કે ઘણા સમયથી શિક્ષકો ના પડતર પ્રશ્નો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા યોગ્ય વાત કરવામાં આવી હતી પરંતુ સરકારને અમારા પ્રશ્નો નિરાકરણ નથી મારે આંદોલનનો માર્કેટ ના પડે છે અમારી મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના લાભો આપવા જેવા કૂલ 16મુદ્દાઑ ની અમારી માંગણી છે.જો સરકાર અમારી લઈ સ્વીકારે તો આપણ ને દિવસોમાં ઉપગ્રહ આંદોલનની પણ ચિંતા હતી આજેરેલી સરદાર ટાઉન હોલથી નીકળી શિક્ષકોએ જિલ્લા કલેકટર ની કચેરીએપહોંચી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું

બાઈટ :સુરેશભાઈ ભગત, શિક્ષક સંઘ, પ્રમુખ, નર્મદા જિલ્લો

રિપોર્ટ : દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati