કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર નર્મદાની મુલાકાતે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

 

DEEPAK JAGTAP (RAJPIPLA )

NARMADA
…………………………….

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર નર્મદાની મુલાકાતે

નાંદોદ તાલુકાના લાછરસ ગામે નિર્માણાધિન “અમૃત સરોવર” ખાતે વિદેશ મંત્રીએ જળાભિષેક સાથે કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેશમાં ૫૦ હજાર અમૃત સરોવરના નિર્માણના ભગીરથ કાર્યમાં જનઆંદોલનમાં સૌને જોડાવા કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરની હિમાયત

રાજપીપલા,તા.3

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન નાંદોદ તાલુકાના લાછરસ ગામે “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગત જિલ્લામાં અમૃત સરોવરના નિર્માણની હાથ ધરાયેલી કામગીરી હેઠળ લાછરસ ગામે જેસીબી કંપનીના સહયોગથી નિર્મણ પામેલા “અમૃત સરોવર”ની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

આ અમૃત સરોવર ખાતે આજદિન સુધી થયેલી કામગીરી તેમજ હવે પછીના તબક્કાવાર તળાવ બ્યુટિફિકેશન સહિતની અન્ય હાથ ધરાનારી કામગીરીની જાણકારી મેળવી થયેલી કામગીરી બદલ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મંત્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ વગેરે પણ સાથે જોડાયા હતા.
લાછરસ ગામના આ અમૃત સરોવર-તળાવ ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી.
ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ.એસ. જયશંકરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની ખૂટતી કડીઓમાં પૂરક બનીને જિલ્લાની વિકાસકૂચ આગળ ધપાવવાની જવાબદારી મને નિભાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય તેવા અમૃત સરોવરના માધ્યમ થકી પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં પરિવર્તનનો સતત અહેસાસ થાય તેવું કાર્ય આજે સમગ્ર દેશમાં અમૃત સરોવર પ્રોજેક્ટ હેઠળ દેશના ૭૫૦ જિલ્લાઓમાં એક વર્ષમાં જિલ્લા દીઠ ૭૫ જેટલા અમૃત સરોવરના નિર્માણ સહિત દેશભરમાં અંદાજે ૫૦ હજાર જેટલા અમૃત સરોવર નિર્માણના સ્વપ્નને સાકાર કરવા સરકાર, વિવિધ સંગઠનો અને પ્રજાની જનભાગીદારી સાથે આ પ્રોજેક્ટ લોક આંદોલનના સ્વરૂપમાં સાકાર થાય તે દિશાના સહિયારા પ્રયાસો માટે તેમણે ખાસ હિમાયત કરી હતી.

બાઈટ :કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati