નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ SOU-એકતાનગર ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લીધી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

 

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA
…………………………….

નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ SOU-એકતાનગર ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લીધી

એરોડ્રામ સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ.

જેટીના નિર્માણ સહિત તેના વિકાસ માટે
મંત્રી મોદીએ કરેલો વિચાર-વિમર્શ

રાજપીપલા,તા 2

ગુજરાતના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન-યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર (કેવડીયા) ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લીધી હતી.

એરોડ્રામના ચીફ સિક્યુરિટી ઓફિસર રાજેશ ચૌબે સાથે સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું અને સ્થળ પર વોટર એરોડ્રામના વિકાસ ઉપરાંત જેટીના નિર્માણ-વિકાસ સંદર્ભે જરૂરી વિચાર – વિમર્શ કર્યો હતો.

માધ્યમો સાથેના સંવાદમાં મંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર (કેવડીયા) ખાતે આગામી દિવસોમાં અનેક પ્રવાસીઓનો અહીંયા વધારો થવાનો છે. સાથે સાથે આ એરોડ્રામના વિકાસ અને જેટી બનાવવાના વિષય સંદર્ભે સ્થળ નિરીક્ષણ કરીને અહીં એક સારું પ્લેટફોર્મ તૈયાર થાય તેવો આશય આજની આ મુલાકાતનો રહેલો છે.

મંત્રી પૂર્ણેશભાઇ મોદીની મુલાકાત દરમિયાન નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યામભાઇ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, વિક્રમભાઈ તડવી વગેરે પણ સાથે જોડાયાં હતાં.

બાઈટ :પૂર્ણેશ મોદી
વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન-યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati