પૂનમના મેળા માટે પાથરણાવાળાઓ સાથે ભેદભાવ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાકેશ શર્મા
અંબાજી

પૂનમના મેળા માટે પાથરણાવાળાઓ સાથે ભેદભાવ

એકસમયે ભાદરવી પૂનમ ના મેળા માટે ના પ્લોટ ૫,૦૦૦ ના ટોકન દરે અપાતા હતા, જ્યારે આ વર્ષે અપસેટ કિંમત રૂ.

ગબ્બર તેમજ અંબિકા ભોજનાલય પાસે લારી ,પાથરણા વાળા ને હટાવી દેવાયા…

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મહા મેળા ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારેહાલ માં મેળા માટે પ્લોટીંગ પાડવાની કામગીરી ચાલી રહી છે પરંતુ પ્લોટ ની કિંમતો માં એકા એક વધારો કરતા નાના વેપારીઓ અને વિધવા બેહનો કે જેમને ટોકન દરે દર વર્ષે પ્લોટ ફાળવતા હતા તેઓ ને આ વર્ષે પ્લોટ મેળવવા માં ભારે અગવડતા પડતી જોવા મળી રહી છે.

મેળા દરમ્યાન ગબ્બર પર પાથરણા કરી ને બેસતા નાના વેપારીઓ તેમજ લારી ગલ્લા વાળાઓ ને દબાણના નામે હટાવી દેવાયા હતા તેમજ મેળાને વેપાર બનાવી દેવાતા લોકો માં હતાશા જોવા મળી રહી છે.

ત્યારે અંબાજી મંદિર પાસે આવેલ અંબિકા ભોજનાલય તેમજ ગબ્બર પાસેના વિસ્તારમાં બેસતા પાથરણા વાળા ,લારી ગલ્લા વાળા હટાવી દેવાતા પાછલા ૨ વર્ષો થી કોરોનાના સમયની માઠી અસર ભોગવતા નાના વેપારીઓ ને આ વખતે યોજવામાં આવેલ ભાદરવાના મેળા માં ધંધો – વેપાર મળવાની આશા હતી પરંતુ સરકાર દ્વારા પ્લોટ ના આસમાને પહોચતા ભાવ ને લીધે નાના વેપારીઓ અને વર્ષો થી પાથરણા કરી પેટિયું રળતા લોકો ના પેટ પર લાત પાડવાની સ્થિતિ ઊભી કરાઇ છે.જેને લઇ ને સ્થાનિક પાથરણા વાળા, લારી વાળા તેમજ વિધવા બહેનો સર્કિટ હાઉસ ખાતે એકઠા થઇ ધરણા પર બેઠા હતા. જેમાં અંબાજી ના પૂર્વ સરપંચ કલ્પના બહેન પટેલ આ વિધવા બહેનો અને પાથરણા વાળા નાના વેપારીઓ ની વહારે આવ્યા હતા અને અંબાજી પોલીસ તંત્ર, સરકાર શ્રી ને અરજ કરેલ છે કે નાના પાથરણા વાળા ,લારી વાળાઓ ને મેળા દરમિયાન બેસવા દેવા માં આવે અને તેમને મેળા દરમિયાન પોલીસ સ્ટાફ કે અન્ય વહીવટી તંત્ર દ્વારા કોઈ જાત ની હેરાનગતી ના કરવામાં આવે તેમજ હાલ માં જે પ્લોટ ની અપસેટ કિંમત ૨૨,૦૦૦ હાજર રાખવામાં આવી છે તો વિધવા બહેનો ને વેપાર ની રીત માં નહિ પરંતુ ટોકન દરે પ્લોટ ની ફાળવણી કરવમાં આવે . એવી અંબાજી ના સ્થાનિક કલ્પના બેન પટેલ દ્વારા માંગ કરવામાં માં આવી છે. રાજ્ય સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સાથે આગેકૂચ કરી રહી ત્યારે હવે આ લોકોના પ્રશ્નનો કેટલો જલ્દી જવાબ આપશે તે ઉકેલાશે તે જોવું રહ્યું.

TejGujarati