પંચર તો પાડશે જ જગ સ્વપ્નોમાં સાંધવામાં મદદનો તમે જેક થજો – મિત્તલ ખેતાણી. રાજકોટ.

ભારત
પુણ્યવ્રતની તમે આહલેક થજો
એકઠાં નહીં તમે એક થજો
નૂગરાં નહીં પણ તમે નેક થજો
માત્ર કાન ફાડનારો ઘોંઘાટ નહીં
પુણ્યવ્રતની તમે આહલેક થજો
સત્ય,પ્રેમ ને કરુણાને જ વરી ને
સૌ જન્મોમાં તમે એકમેક થજો
પરમાર્થની પરબોનું નિર્માણ કરી
પછી જ પંચમહાભૂતે પેક થજો
લીવર બનજો સજ્જન શક્તિનું
દુર્જનો,પીડાઓની તમે બ્રેક થજો
ચરજો મોતીડાં જ કાદવની મધ્યે
કૂવો નહીં માનસરોવરી લેક થજો
પંચર તો પાડશે જ જગ સ્વપ્નોમાં
સાંધવામાં મદદનો તમે જેક થજો
-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી
TejGujarati