ભક્તિરસ દ્વારા આત્મસમર્પણ એટલે જ કૃષ્ણ સેવા – રુચા ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ભક્તિ વૈવિધ્યમ
પૃથ્વીના ઉદ્ધારાર્થે તથા ધર્મના રક્ષણાર્થે ભગવાન વિષ્ણુએ લીધેલા દશાવતાર વિશે સૌ જાણીએ છીએ. જેમાં શ્રવણ માસે, કૃષ્ણપક્ષે અષ્ટમીની રાત્રીએ વાસુદેવ – દેવકીનાં આઠમાં સંતાન સ્વરૂપે અવતરેલા શ્રી કૃષ્ણ, ગોકુલમાં નંદ યશોદા નંદન તરીકે સર્વત્ર લોકપ્રિય છે. સમગ્ર વિશ્વમાં શ્રી કૃષ્ણ ભક્ત, મોટા પ્રમાણમાં જોવા મળે છે.
ભક્ત અને પુરષોત્તમનાં સંબંધના ભાવને પાંચ ભાવથી અનુભવી શકાય છે.
મનુષ્ય તટસ્થ ભાવે ભક્ત હોઈ શકે. જેમકે શાંત રસભાવ – સંસારનાં તમામ કર્મ બંધન સાથે નિત્ય પૂજા, સેવા કે પ્રાસંગિક પૂજા.
મનુષ્ય નિત્ય દાસ ભાવે ભક્ત હોઈ શકે. જેમકે દાસ્ય રસભાવ – સાંસારિક બંધનોમાં પ્રથમ સ્થાને ભક્તિ બંધન જેમકે સાધુ, સંતો ….
મનુષ્ય મિત્ર ભાવે ભક્ત હોઈ શકે. જેમકે સખ્ય ભાવ – સાંસારિક અન્ય સંબંધોમાં મિત્રતાનું અતૂટ બંધન જેમકે અર્જુન, સુદામા…..
મનુષ્ય માતા-પિતા સમો વાત્સલ્ય ભાવે ભક્ત હોઈ શકે. જેમકે વાત્સલ્ય રસભાવ – વૈષ્ણવ સંપ્રદાયમાં લાલજીની સેવા વાત્સલ્ય રસભાવે થાય છે. બાળ કૃષ્ણ (લાલજી) ની બાળક સ્વરૂપે સેવા કરાય છે.
મનુષ્ય નિર્મળ પ્રેમભાવે ભક્ત હોઈ શકે. જેમકે પ્રેમરસ ભાવ – ભક્ત સંપૂર્ણ પણે સમર્પિત હોય છે. દુન્યવી ભાવનાઓનું તેમને કોઈ બંધન હોતું નથી જેમકે મીરા, નરસિંહ મહેતા, સંત તુલસીદાસ વિગેરે…
માત્ર પવિત્ર ભાવપૂર્ણ આત્મા દ્વારા આત્મીયતાથી સ્મરણ, ચિંતન, ભજન, કીર્તન, ભક્તિરસ દ્વારા આત્મસમર્પણ એટલે જ કૃષ્ણ સેવા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •