ધ્રોલ-જામનગર
સંજીવ રાજપૂત
ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના ધ્રોલ ખાતેથી રાજ્યમાં રૂપિયા એકત્રીસો લાખથી વધુની ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મુખ્યમંત્રી શ્રીએ રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત કર્યા હતા.આ ઉપરાંત કમલમ ફ્રુટનું વાવેતર કરવા માટે સહાય કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ એમ કુલ 3 યોજનાનો મુખ્યમંત્રીશ્રી દ્વારા શુભારંભ કરાવ્યો અને રાજ્યના ૬૮૪ બાગાયતી ખેડુત લાભાર્થીઓને રૂ. ૨.૧૬ કરોડની સહાય એનાયત કરી હતી.
આ પ્રસંગે મુખ્યંમત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અનેકવિધ યોજનાઓ બનાવી છે અને રાજ્ય સરકારે તેનો અમલ કર્યો છે. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા, ડૉ વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, કલકેટર ડો સૌરભ પારઘી, જામનગર એસપી પ્રેમસુખ ડેલું સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.