રામનાથ મહાદેવ – માંડવીની પોળ

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

અમદાવાદનાં માણેકચોક વિસ્તારમાં આવેલ માંડવીની પોળમાં પ્રાચીન રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. પ્રાચીન કાળમાં સાભ્રમતીને તીરે પાર્થિવેશ્ર્વર શિવલિંગની સ્થાપના થયેલી. સમય જતાં એ સ્થળે રામનાથ મહાદેવને નામે ઓળખાતા સ્વયંભૂ શિવલિંગ ઉપર શિવાલય બંધાયું.

મંદિરના ગર્ભગૃહમાં વિરાજતા શિવલિંગ ખૂબ ઊંડાઈએ આવેલું હોવાથી માંડવીની પોળના હાલનાં મકાનો કદાચ પૂર્ણ થયેલા ભાગ ઉપર બંધાયા હોવાનું માની શકાય. મંદિરના ચોગાનમાં વિષ્ણુ, અપ્સરાની પ્રાચીન મૂર્તિઓ છે. અહીં પાલિઘાટનું માનુષી શિવલિંગ પણ છે.

આ શિવાલયમાં વિશિષ્ટ “વિષ્ણુ સર્વદેવનો પાટ” છે. જેમાં સમુદ્રમંથન, વિષ્ણુ સંબંધિત દ્વાદશ આદિત્યો, દશાવતાર, નવ ગ્રહદિ શિલ્પો કોતરેલાં છે. અહીં સંવતના ૧૦ મા સૈકાથી લઈને ૧૨ મા સૈકાના પ્રાચીન શિલ્પોમાં છે. આમ સમગ્ર રીતે જોતાં અમદાવાદની સ્થાપના પહેલાં આ મંદિર અસ્તિત્વ ધરાવતું હોવાનું પ્રાપ્ત પુરાવાઓને આધારે માની શકાય. સંકલન-તસ્વીર-દિલીપ ઠાકર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •