ગુજરાતના ક્રમિક યાદવની પુરૂષો માટેની સૌથી મોટી સ્પર્ધા રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા માટે પસંદગી

વિશેષ સમાચાર

 

રૂબરૂ મિસ્ટર ઈન્ડિયાની ફાઈનલ ઓક્ટોબરમાં ચેન્નાઈ ખાતે યોજાશે

૩૧ ઓગસ્ટ, ૨૦૨૨, અમદાવાદ: ગુજરાતના અમદાવાદ ખાતેના યુવાન શ્રી ક્રમિક યાદવની પુરૂષો માટેની ભારતની સૌથી મોટી પેજન્ટ સ્પર્ધા રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા માટેની પસંદગી થઈ છે. આ સ્પર્ધા આ વર્ષે ઓક્ટોબરમાં ચેન્નાઈ ખાતે યોજાશે. ક્રમિક મોડલ, કોરિઓગ્રાફર અને બિઝનેસમેન છે તથા પોતાની કંપની ચલાવે છે. ક્રમિક ૬ ફૂટ ૧ ઈંચની ઊંચાઈ ધરાવે છે તથા ફાઈનાન્સ અને એકાઉન્ટિંગમાં ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. તેઓ તમામ પ્રકારના ગરબા અને ગુજરાતી લોકનૃત્યમાં નિપુણ છે. તેમણે ઘણાં કાર્યક્રમોમાં કોરિઓગ્રાફી કરેલી છે અને નવરાત્રીના તહેવારોમાં સંખ્યાબંધ એવોર્ડ્સ જીત્યા છે.

નેશનલ ફાઈનલમાં પહોંચતા પહેલા ક્રર્મિકે ૬ રાઉન્ડ્સમાંથી પસાર થવું પડ્યું હતું. પસંદગી માટેના ૬ રાઉન્ડ્સદરમિયાન, આ સ્પર્ધાના ઉમેદવારોને આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ, કોમ્યુનિકેશન સ્કિલ્સ, ફિટનેસઅને અન્ય ઘણાં પરિમાણોને આધારે પસંદ કરવામાં આવે છે. સમગ્ર દેશમાંથી 30,000 થી વધુ ઉમેદવારોએ સ્પર્ધા માટે અરજી કરી હતી. ક્રમિક યાદવ 36 ઉમેદવારોમાંથી એક છે કે જેણે તમામ 6 રાઉન્ડ પાસ કર્યા છે અને રાષ્ટ્રીય ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપની રાષ્ટ્રીય કક્ષાની ફાઈનલ ૫ ઓક્ટોબરે ચેન્નાઈ ખાતે યોજાશે.

રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા એ પુરુષો માટે ભારતની સૌથી મોટી અને સૌથી જૂની ચાલી રહેલ સ્પર્ધા છે. આ સ્પર્ધાની શરૂઆત વર્ષ ૨૦૦૪માં કરવામાં આવી હતી અને આ વર્ષે તેની ૧૮મી આવૃત્તિની ઉજવણી કરવા જઈ રહી છે. આ સ્પર્ધાની શરૂઆત સંદીપ કુમાર દ્વારા કરવામાં આવી હતી અને મુંબઈ સ્થિત પંકજ ખરબંદા સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ છે. રૂબરૂમિસ્ટર ઈન્ડિયા સમગ્ર વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૉડલિંગ સ્પર્ધાઓ અને ચૅમ્પિયનશિપ સાથે સંકળાયેલી હોવાનો રેકોર્ડ ધરાવે છે.

પસંદગી પામેલા ટોચના ઉમેદવારો વિશ્વના વિવિધ ભાગોમાં આયોજિત વિવિધ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા ભારતના મેન્સ પેજન્ટ સેક્ટરમાં ૭૦ ટકાબજાર હિસ્સો ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય મેન્સ પેજન્ટ ઉદ્યોગમાં સૌથી મોટું યોગદાન ધરાવે છે. તેની ગણના વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રખ્યાત રાષ્ટ્રીય સ્તરની પુરુષોની સ્પર્ધા તરીકે થાય છે. રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા સ્પર્ધાએ ભારતીય મૂળના સૌથી વધુ આંતરરાષ્ટ્રીય પેજન્ટ એવોર્ડ વિજેતાઓ અને ચેમ્પિયન્સ આપ્યા છે.

 

 

TejGujarati