*શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ- સિકંદરાબાદનાં પદાધિકારીઓ એ નિઝામાબાદ પાસે આવેલા બાસર (સરશ્વતિ)ની મુલાકાત લીધી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*નિઝામબાદ પાસે “બાસર” (સરસ્વતી) પવિત્ર “ગોદાવરી” નદીના તટ પર આવેલ “શ્રી-વેદ-ભારતી-પીઠ” ના પીઠાધિકારી પૂજ્ય શ્રી વેદ વિદ્યાનંદજી સ્વામીજી અને જ્યોતિ માતાજીની ગુજરાતી બ્રહ્મ સમાજ પદાધિકારીઓએ મુલાકાત લીધેલી. હૈદરાબાદ સિકંદરાબાદ બ્રહ્મસમાજ અધ્યક્ષ તરુણભાઈ મહેતા, ઉપાધ્યક્ષ જીતેશભાઈ જાની, માનદસચિવ હરિશભાઈ દવે અને ખજાનચી અજયભાઈ ઓઝાએ જે સ્વામીજીને સાથ સહકાર અને આશીર્વાદ આપવા વિનંતી કરેલી.*

*પૂજ્ય શ્રી વેદ વિદ્યાનંદ સ્વામીજી અને જ્યોતિ માતાજી ને બ્રહ્મસમાજ પરિવારો માટે ભાદરવી અમાસ દિવસે “પિતૃ-તર્પણ” કાર્યક્રમ ગોદાવરી નદીના તટ પર કરવા દેવા અનુમતિ માંગેલી. જે સંદર્ભમાં પૂજ્ય સ્વામીજીએ બ્રહ્મ પરિવાર માટે પવિત્ર ગોદાવરી નદીના તટ પર “પિતૃ-તર્પણ” વિધિ માટે તેમના સેવકો અને શિષ્યવૃંદ અને પોતે તમામ પ્રકારનો સાથ સહકાર આપશે એવા આશીર્વાદ આપેલા.*

*શ્રી વેદ ભારતી પીઠ માં વેદ અને ઉપનિષદ સંસ્કારો અને શિક્ષણનું જ્ઞાન પૂજ્ય સ્વામીજી દ્વારા ગુરુકુળમાં રહેલા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વિદ્યાપીઠ સંકૂલમાં “મા-કાલિકા” માતાનું મંદિર તથા વિદ્યાર્થીઓ માટે ગુરુકુળ સહ ભોજનશાળા ખુબ જ સરસ છે.*

*ત્યારબાદ સમાજના પદાધિકારીઓ પ્રતિનિધિ મંડળ ગોદાવરી નદીના તટ પર આવેલા શિવલિંગની પૂજા અર્ચના કરેલ અને સમાજ મેમ્બરો માટે “પિતૃતર્પણ” વિધિ માટે બેઠક વ્યવસ્થા વિગેરેનું નિરીક્ષણ કરેલું. જગ્યા ખૂબ જ વ્યવસ્થિત અને રમણીય જણાતા ફરી શ્રી વેદ ભારતી પીઠ સંકુલની મુલાકાત લઈ પૂજ્ય સ્વામીજી સાથે બપોરનું ભોજન એટલે કે પ્રસાદ સાથે આશીર્વાદ લઇ હૈદરાબાદ તરફ રવાના થયેલ.*

TejGujarati