લ્યો કરો વાત,
રાજપીપલા કરજણ ઓવારા પાસે સિનિયર સીટીઝન નાગરિકો માટે બેસવાના માટે પૂરતા બાંકડા જ નથી.!
આજુબાજુ માં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય.
બાંકડા વધારવા અનેસફાઈ કામગીરી કરવાની માંગ
રાજપીપલા, તા.28
રાજપીપલા ખાતે કરજણ ઓવારા પાસે સિનિયર સીટીઝન નાગરિકો રોજ સવાર સાંજ બેસવા માટે આવે છે પણ બેસવાના માટેના અહીં પૂરતા બાંકડા જ નથી.!
અહીં રોજ સવાર સાંજ
સિનિયર સીટીઝન નાગરિકો ફરવા માટે અને બેસવા માટે આવે છે ત્યારે અહીંની આસપાસ નું પરિસર ગંદકી અને કચરાના સામ્રાજ્યથી ભરેલું છે.જે સિનિયર સીટીઝનો અન્ય બેસવા આવતા નાગરિકોના આરોગ્ય માટે ખતરા રૂપ છે. અહીં કચરાના ઢગલા વાળવા કે સફાઈ કામગીરી કરવા કોઈ કર્મચારીઓ ફરકતા નથી.
બેસવા માટેના બાંકડા પણ પૂરતા નથી જે વધારવાની જરૂર છે. જે બાંકડા છે તે પણ તૂટેલા છે. ત્યારે નગર પાલિકાના સત્તાધીશો અહીં બાંકડાની સંખ્યા વધારે અને આજુબાજુ નિયમિત સફાઈ કામગીરી કરે એવી સિનિયર સીટીઝન નાગરિકોની માંગ છે.
અત્રે ઉલ્લેખનીય છે અહીં બેસવા આવતા સિનિયર સીટીઝનો માં નગર પાલિકા ના ભૂતપૂર્વ પ્રમુખ, કર્મચારીઓ, શિક્ષકો, વેપારીઓ વગેરેબેસવા આવે છે જેમના દ્વારા નગરના વિકાસમાં આ લોકોનું નાનું મોટુ યોગદાન રહ્યું છે ત્યારે હવે આ સિનિયર સીટીઝનો માટે જ સુવિધા ઉભી કરવા આવતીકેમ નથી એ પ્રશ્ન છેડેચોક ચર્ચાઈ રહ્યો છે.
કરજણ ઓવરો સરકારી ઓવારો છે. અહીં હરવા ફરવા અને નદીમાં છોડાયેલ પાણી જોવા અસંખ્ય નાગરિકો કરજણ ઓવારે આવે છે ત્યારે અહીં બેસવાના બાંકડા વધારાય તેમજ નિયમિત સફાઈ કામગીરી થાય એવુ સૌ કોઈ ઇચ્છી રહ્યા છે.આ અંગે સિનિયર સીટીઝન નાગરિક
ગજેન્દ્રસિંહ ગોહિલે પણ
સિનિયર સીટીઝનોની માંગણી સંતોષવાની માંગ કરી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા