અમદાવાદ શેલ્બી હોસ્પિટલ ખાતે 165 કિલો વજનના પેશન્ટ પર સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ
અમદાવાદ

 

અમદાવાદ શેલ્બી હોસ્પિટલ ખાતે 165 કિલો વજનના પેશન્ટ પર સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. શેલ્બી ખાતે અત્યાર સુધીની સૌથી વધુ વજન ધરાવતી વ્યક્તિ પર સફળતાપૂર્વક ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી.

અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલમાં165 કિલો વજન ધરાવતી સુદાનની 60 વર્ષીય એક મહિલા પર ડો. વિક્રમ શાહ અને તેમની ટિમ દ્વારા બંને ઘુંટણની સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. સામિયા અહેમદ નામની મહિલા સુદાનની રાજધાની ખાર્ટુમના રહેવાસી છે અને તેમના પતિ એક બિઝનેસમેન છે, જ્યારે તેમનો એક પુત્ર અને પુત્રી ડોક્ટર છે. તેમનો એક પુત્ર ઇજિપ્તમાં મેડિકલનો અભ્યાસ કરે છે. 2005માં તેમને હાથીપગાની બીમારી થઈ હતી. આ બીમારીમાં મચ્છર કરડવાથી વ્યક્તિના હાથ અને પગમાં અસાધારણ સોજો આવી જાય છે. તેના કારણે તેમનું વજન ઝડપથી વધવા લાગ્યું. આપણા ઘુંટણના સાંધા અને થાપાના સાંધા પર આખા શરીરનું વજન આવે છે. સ્થુળકાય વ્યક્તિના ઘુંટણ અને થાપા વધારે દબાણ સહન કરે છે. તેથી સ્થુળકાય લોકોમાં ની ઓસ્ટીયોઆર્થરાઈટિસ (ઘૂંટણના સાંધાનો આર્થરાઇટિસ) થવાની શક્યતા વધી જાય છે.

સામિયા અહેમદને તેમના પગમાં અગાઉ બે વખત ફ્રેક્ચર પણ થયા હતા. 2012માં તેમને જમણા પગમાં 3જા ટિબિયા બોન (ઘુંટીથી ઉપરનું હાડકું) માં ફ્રેક્ચર થયું હતું જ્યારે 2015માં પ્રોક્સિમલ ટિબિયા (ઘુંટણથી સહેજ નીચેનું હાડકું)માં ફ્રેક્ચર થયું હતું. ભૂતકાળમાં તેમણે આ માટે પાંચ ઓર્થોપેડિક સર્જરીઓ કરાવી હતી. તેમાંથી બે સર્જરી સુદાનમાં, એક યુએઈમાં અને એક સર્જરી ઇજિપ્તમાં કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાથી તેઓ પથારીવશ હતા અને સહેજ હલનચલન કરવામાં પણ ઘુંટણમાં અસહ્ય પીડા થતી હતી. આ કેસ એટલા માટે અનોખો છે કારણ કે આ મહિલાને ટ્રોમા અને તીવ્ર સ્થુળતાનો ઇતિહાસ રહ્યો છે. જેના કારણે ઘુંટણના સાંધા તીવ્ર આર્થરાઈટિક છે.

અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ્સમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શેલ્બી ની સર્જનોની ટીમે આ કેસ વિશે વિગતવાર વાત કરી હતી. દર્દી અને તેના પુત્રો એ પણ કોન્ફરન્સનો ભાગ હતા. કોન્ફરન્સમાં શેલ્બી ની ટીમમાં વિશ્વ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને શેલ્બી હોસ્પિટલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહ, શેલ્બી ના ગ્રુપ સીઓઓ ડૉ. નિશિતા શુક્લા, ગ્લોબલ OPD ડિરેક્ટર ડૉ. ભરત ગજ્જર અને શેલ્બી ના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનો ડૉ. શ્રીરંગ દેવધર, ડૉ. આશિષ શેઠ, અને ડૉ. જયેશ પાટીલ હાજર હતા.

બાઈટ:ડોક્ટર

TejGujarati