રખડતાં ઢોરનો ત્રાસ. મહિલાને લીધી અડફેટે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

જામનગર
સંજીવ રાજપૂત

 ઢોરનો ત્રાસ. મહિલાને લીધી અડફેટે

જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. જામનગરના દરેડ ગામમાં એક 70 વર્ષીય વૃદ્ધાને રખડતા ઢોરે હડફેટે લીધા હતા.આ વૃદ્ધા પોતાના ઘરથી બહાર નીકળી રહી હતી ત્યારે તેને ઢોરે હડફેટે લીધી હતી. રખડતા ઢોરે હડફેટે લેતા વૃદ્ધાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. વૃદ્ધાને રખડતા ઢોરે હડફેટે લેતા શરીરમાં ગંભીર ઇજા થઈ છે. ઈજાગ્રસ્ત મહિલાને શરીરમાં 6 ફેક્ચરનું જાણવા મળેલ છે. દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જઇ રહ્યો છે ત્યારે ઢોર નિયંત્રણ ખાતું ના જાણે કેમ આંખ મીંચી રહ્યું છે. જામનગરના શહેરો પર દિવસે તો ઠીક રાત્રે પણ રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવી બેસી રહેતા જોવા મળે છે ત્યારે જેએમસી દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવાયાની વાત પોકળ સાબિત થઈ રહી છે. હોવી જોવું એ રહ્યું કે આ જેએમસીની ઊંઘ ક્યારે ઉડશે કે હજુ અન્ય નાગરિકો ભોગ બનતા જ રહેશે?

TejGujarati