આ એક્ઝિબિશનમાં શહેરના ૩૧ ફોટો જર્નાલિસ્ટના ૧૬૦થી વધુ ફોટોઝ જોવા મળશે
ફોટોજર્નાલિસ્ટ એસોસિએશન અમદાવાદ દ્વારા આવતીકાલથી ૨૩ થી ૨૮ ઓગસ્ટ સુધી રવિશંકર રાવલ કલા ભવન ખાતે ‘ફોટો એક્ઝિબિશન’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફોટો એક્ઝિબિશનને આવતીકાલે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવશે.
આ એક્ઝિબિશનમાં શહેરના ૩૧ જેટલા ફોટો જર્નાલિસ્ટના ૧૬૦ ફોટોઝ પ્રદર્શિત કરાશે.
આ ફોટો એક્ઝિબિશનમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીના કલ્ચર, સોશિયલ, નેચર, વાઇલ્ડ લાઇફ પોલિટિકલ, ડ્રોન ફોટોગ્રાફી વિવિધ બિઝનેસમેનના પોર્ટ્રેટ ફોટોગ્રાફ્સ અને કોરોનાના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવશે.
આ ફોટો એક્ઝિબિશન ૨૩ થી ૨૮ ઓગસ્ટ સુધી રવિશંકર રાવલ કલાભવન ખાતે સવારના ૧૧ થી રાત્રિના ૮ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે.