સમાચાર

કોબા ગામના સરપંચ શ્રી યોગેશભાઈ નાઈની 48 મી વર્ષગાંઠની અનોખી રીતે કરાઈ ઉજવણી.

ગાંધીનગર પાસે આવેલા કોબા ગામના પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાઈની વર્ષગાંઠ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. યોગેશભાઈ 47 વર્ષ પૂરાં કરીને 48 માં વર્ષમાં પ્રવેશ કરતાં હોઈ વિવિધ પ્રકારના 48 વૃક્ષો ગામમાં પસંદ કરાયેલ જગ્યાએ વાવ્યા હતા. જે વૃક્ષોમાં લીમડો, વડ, ગુલમહોર, આંબલી તેમજ પીપળા જેવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષો ગામમાં અતિ પૌરાણિક પ્રાચીન શિવ મંદિર કુંભેશ્વર મહાદેવ ખાતે તેમજ કોબા ગામમાં આવેલા બોરીયા તળાવની આસપાસના વિસ્તારમાં અને કોબા ગામની સ્મશાન ભૂમિ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વન પર્યાવરણનાં સંદેશને લક્ષમાં રાખીને વધુ વૃક્ષો વાવો કે જેનાથી ગ્લોબલ વોર્મિંગની આપત્તિ ટળી શકે. કોરોના મહામારીમાં ઓક્સિજનની કમીના કારણે કેટલાય મનુષ્યોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, તો આવનાર દિવસોમાં આ વટવૃક્ષો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે, તેનું ધ્યાન રાખીને એક અલગ તેમજ ઉત્તમ પ્રકારે વર્ષગાંઠની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી યોગેશભાઈની આવી યાદગાર વર્ષગાંઠની ઉજવણીમાં તેમનો પરિવાર પણ હર્ષોલાશ સાથે સહભાગી થયો હતો. આ પ્રસંગે યોગેશભાઈના દીકરા દિવ્યાંશુ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારા પૂજ્ય પિતાશ્રી હર હંમેશ માટે તેમના આદર્શરૂપ સ્વામી વિવેકાનંદ તેમજ ગાંધીજી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને આદર્શ મને છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સંદેશને અનુલક્ષીને વૃક્ષોના જતન તેમજ માવજત સાથે આજરોજ કરવામાં આવેલ વૃક્ષારોપણ નો પ્રસંગ અમારા પરિવારજન ઉપરાંત સમગ્ર કોબા ના ગ્રામજનો તેમના આવા ઉત્તમ કાર્યને હર હંમેશ બિરદાવતા આવ્યા છે આને સમગ્ર ગામના ફરતે કરવામાં આવેલ આ વૃક્ષારોપણ થી તેમની વર્ષગાંઠ ની ખરેખર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે તેનો અમને ગર્વ છે.

TejGujarati